રાહુલ નહી તો અશોક ગેહલોટ કોંગ્રેસ પ્રમુખ!

21 January 2021 05:25 PM
India Politics
  • રાહુલ નહી તો અશોક ગેહલોટ કોંગ્રેસ પ્રમુખ!

સપ્તાહના અંતે કોંગ્રેસની કારોબારી મળશે

નવી દિલ્હી: કોંગ્રેસમાં પ્રમુખપદની નિયુક્તિ માટેની પ્રક્રિયા વધુ થઈ છે અને આ સપ્તાહના અંતે પક્ષની કારોબારીની બેઠકમાં કાર્યક્રમ જાહેર થશે. અને જો રાહુલ ગાંધી પક્ષનું સુકાન સંભાળવાનો ઈન્કાર કરે તો પછી બીજી પસંદગીમાં રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોટને આ જવાબદારી સોપાઈ શકે છે. હાલના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી છેલ્લા એક વર્ષથી કાર્યકારી ફરજ બજાવી રહ્યા છે.પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી હવે આ જવાબદારી સંભાળવા આતુર નથી અને અશોક ગેહલોટ પસંદ બની શકે છે.કોંગ્રેસ આ રીતે રાજસ્થાનમાં પણ સચીન પાઈલોટને મુખ્યમંત્રી બનાવીને પક્ષમાં જે વિખવાદ છે તે પણ શાંત થશે. પક્ષે અગાઉ સચીન પાઈલોટના બળવા સમયે જ તેમને 2021માં મુખ્યમંત્રી બનાવાનીખાતરી આપી હતી.


Related News

Loading...
Advertisement