મોરબી જિલ્લાના મોટી બરાર ગામે ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયુ

21 January 2021 05:25 PM
Morbi
  • મોરબી જિલ્લાના મોટી બરાર ગામે ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયુ

અમદાવાદની યુવતી સહિત 9 ઝડપાયા : કોમ્પ્યુટર, લેપટોપ સહિતનો લાખોનો મુદામાલ જપ્ત કરતી માળીયા(મી) પોલીસ: બ્રિટીશ નાગરીક સાથે છેતરપીંડી કર્યાની વિગતો ખુલતા તપાસનો ધમધમાટ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.21
રાજ્યના ઘણા વિસ્તારમાંથી ગેરકાયદે કોલ સેન્ટર પકડાયા છે જો કે, તે મોટાભાગે શહેરી વિસ્તારમાં ચાલતા હોય તેવું જોવા મળ્યું છે જો કે, મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાનાં મોટી બરાર ગામે કોલ સેન્ટર કાર્યરત કરીને ગેરકાયદે કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું જેની બાદમીના આધારે માળીયા પોલીસે હાલમાં અમદાવાદની એક યુવતી સહિત 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને બ્રિટિશ નાગરિક સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની વિગતો હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે. જાણવા મળતી માહિતી મુજબ માળીયા મી. ના પીએસઆઈ એન.એચ.ચુડાસમાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા મોટી બરાર ગામ નજીક ગેરકાયદે કોલ સેન્ટર ઉપર રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી પોલીસે વિકાસ સુરેન્દ્ર ત્યાગી (34), મિરેશ જયેશ શાહ (36), જીતુ સબાસ્ટીન જ્યોર્જ (37), નરેન્દ્રસિંગ ચેનસિંગ રાઠોડ (35), ઉમેશ હરેશકુમાર હીરાનંદાની (34), રાજેશ રૂબન ટોપનો (33), આકાશ યશવંતકુમાર રાવલ (27), કૌશલ કિરીટ પટેલ (31) તથા રિમા દિનેશ સોલંકી (28) રહે. તમામ અમદાવાદ શહેર વાળાની અટકાયત કરવામાં આવી છે અને કોરોના રિપોર્ટ કરાવ્યા પછી ધરપકડ કરવામાં આવશે માળીયા પોલીસે ગત રાતે મોટી બરાર ગામે એકલિંગ પેટ્રોલપંપ પાસે આવેલા મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાં કેટલાક યુવાનો કામ કરતાં જોવા મળ્યા હતા જેથી કરીને તપાસ કરવામાં આવતા ત્યાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલુ હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસ સ્ટાફના જે.કે. ઝાલા, સહદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, આશિષભાઈ ડાંગર અને નયનાબેન બોરીચાને બોલાવી મકાનની તલાસી લેતા ત્યાથી અમદાવાદની એક યુવતી સહિત કુલ 9 આરોપી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે લેપટોપ અને કોમ્પ્યુટર મળીને લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરેલ છે.


Loading...
Advertisement