ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ-મહામંત્રી સામે ફોજદારી : બંનેની ધરપકડથી આરોગ્ય વિભાગમાં સન્નાટો

21 January 2021 05:22 PM
Crime Gujarat
  • ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ-મહામંત્રી સામે
ફોજદારી : બંનેની ધરપકડથી આરોગ્ય વિભાગમાં સન્નાટો

આરોગ્ય કમિશ્નરનાં આદેશનાં પગલે ગાંધીનગર કલેકટરનું કડક વલણ : 18મી જાન્યુઆરીએ આરોગ્ય કમિશ્નરનો ફરજમાં હાજર થવા આદેશ છતા માંગણીના સમર્થનમાં હડતાલ પાડતા કડક કાર્યવાહી

ગાંધીનગર તા.21
પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ તાત્કાલિક ફરજ ઉપર હાજર કરવા બાબતે ગાંધીનગર જિલ્લા કલેક્ટરે આકરું વલણ અપનાવીને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટ સિંહ ચાવડા તથા મહામંત્રી કિલ્પ બેન પટેલ ની વિરુદ્ધ કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરી છે.


ગત 18 જાન્યુઆરી 2019 ના રોજ રાજ્ય આરોગ્ય કમિશનર દ્વારા પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારી ઓને તાત્કાલિક ફરજ ઉપર હાજર થવાનું ફરમાન કર્યું હતું પરંતુ તેમ છતાં આરોગ્ય કર્મચારીઓ પોતાની માગણીના સમર્થનમાં હડતાલ પર યથાવત રહ્યા હતા એટલું જ નહીં રાજ્ય આરોગ્ય માસની સરકાર સાથેની વાટાઘાટો પણ નિષ્ફળ નીવડી હતી પરિણામે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે રાજ્યના તમામ જીલ્લા કલેક્ટરોને હાજર નહીં થનાર આરોગ્ય કર્મચારીઓ સામે કડક વલણ અપનાવવા આદેશ કર્યા હતા જેના પગલે આજે ગાંધીનગર કલેકટર ડો. કુલદીપ આર્ય એ આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટ સિંહ ચાવડા અને મહામંત્રી કિલ્પા બેન પટેલ ને જવાબદાર ઠેરવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને આ બંનેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ફરજ ઉપર હાજર નહીં રહેનાર આરોગ્ય કમિશનર દ્વારા કાર્યવાહી શરૂ શરૂ કરવાના આરોગ્ય વિભાગના કમિશનરે તાજેતરમાં કરેલા આદેશ બાદ પણ ફરજ પર હાજર ન થતા ગાંધીનગર જિલ્લા કલેકટરે કાર્યવાહીના આદેશ કર્યા છે. એટલું જ નહીં રાજ્યના તાલુકા આરોગ્ય અધિકારી ને પણ શિક્ષાત્મક પગલાં ભરવા આદેશ થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી અને રસીકરણ અભિયાન વચ્ચે અગાઉ આરોગ્ય કમિશનરે તમામ કલેક્ટરોને પત્ર લખી બિન શરતી રીતે ફરજ પર હાજર ન થતા આરોગ્ય કર્મચારીઓ સામે એપિડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતાં. જેના ભાગરૂપે ગાંધીનગર અને ત્યારે આજે આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ અને મહામંત્રીની ધરપકડ કરીને કડક વલણ અપનાવ્યું છે.


Related News

Loading...
Advertisement