હવે વેબસીરીઝ ‘મિરઝાપુર’ને સુપ્રીમની નોટીસ

21 January 2021 05:20 PM
Entertainment
  • હવે વેબસીરીઝ ‘મિરઝાપુર’ને સુપ્રીમની નોટીસ

હજુ ‘તાંડવ’નો વિવાદ ખતમ નથી થયો ત્યાં....:યુપીના મિરઝાપુરની છબી ખરાબ કરાતી હોવાનો આક્ષેપ: એમેઝોન પ્રાઈમ અને વેબસીરીઝના નિર્માતા-નિર્દેશક પાસે જવાબ મંગાયો

નવી દિલ્હી તા.21
એમેઝોન પ્રાઈમ વિડીયો દ્વારા રીલીઝ ‘તાંડવ’નો વિવાદ હજુ ખતમ નથી થયો ત્યાં હવે અન્ય વેબસીરીઝ ‘મિરઝાપુર’ ના નિર્માતાઓને સુપ્રીમ કોર્ટે નોટીસ ફટકારી છે. કોર્ટે જણાવ્યું છે કે આ કેસની સુનાવણી દરેક ઓટીટી પ્લેટફોર્મની સામગ્રી પર નિયંત્રણ કરવાની માંગણીની અરજીઓ સાથે કરવામાં આવશે. સીજેઆઈ એસ.એ.બોબડે, જસ્ટીસ એ.એસ.બોપન્ના અને વીર.રામા સુબ્રમણ્યમની બેન્ચે નોટીસ જાહેર કરી છે.અરજી કરનાર એસ.કે.કુમારે જણાવ્યું હતું કે વેબસીરીઝમાં મિરઝાપુર શહેરને આતંકી અને ગેરકાયદે ગતિવિધિઓ ધરાવતું શહેર બતાવાયુ છે, જે ઉતરપ્રદેશની છબી ખરાબ કરે છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે નોટીસ જહેર કરી છે.


આ પહેલા પણ વેબસીરીઝ ‘મિરઝાપુર’ સામે મિરઝાપુરમાંથી કસ દાખલ થયો હતો તેમાં આરોપ હતો કે વેબસીરીઝ ધાર્મિક, સામાજીક, ક્ષેત્રીય ભાવનાને ઠેસ પહોંચાડે છે. મિર્ઝાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદને પગલે યુપી પોલીસની ટીમ મુંબઈ પહોંચી હતી. ટીમ વેબસીરીઝના એકઝીકયુટીવ પ્રોડયુસર રિતેશ સાવધાની, ફરહાન અખ્તર, ભૌમિક ગોંડલીયાને પુછપરછ કરી શકે છે.


Related News

Loading...
Advertisement