ઓસ્ટ્રેલિયાથી પરત ફરેલા કોચ રવિ શાસ્ત્રી અને ચાર ખેલાડીઓને ક્વોરેન્ટાઈન કરાયા

21 January 2021 05:17 PM
Sports
  • ઓસ્ટ્રેલિયાથી પરત ફરેલા કોચ રવિ શાસ્ત્રી અને ચાર ખેલાડીઓને ક્વોરેન્ટાઈન કરાયા

મુંબઈમાં રહેતાં રહાણે, પૃથ્વી, શાર્દૂલ અને રોહિતનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાશે: સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન રહેવા સલાહ

નવીદિલ્હી, તા.21
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર જીત નોંધાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ભારત પરત આવી ગઈ છે. આજે ભારતની જમીન પર પગ મુક્યા બાદ ટીમના પાંચ ખેલાડીઓને હોમ ક્વોરેન્ટાઈનમાં આગલા સાત દિવસ માટે રહેવાની સલાહ આપવામાં આવી છે. આ તમામ ખેલાડીઓ મુંબઈના છે જેમાં કાર્યવાહક કેપ્ટન અજિંક્ય રહાણે, ઓપનર રોહિત શર્મા, કોચ રવિ શાસ્ત્રી સહિતના સામેલ છે.ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી જીત હાંસલ કરીને સતત બીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર કબજો જમાવ્યો છે. બ્રિસ્બેનમાં રમાયેલા શ્રેણીના અંતિમ મુકાબલામાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 328 રનના લક્ષ્યનો પીછો કરીને જીત હાંસલ કરી છે.


દમદાર જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ આજે ભારત પરત ફરી છે. મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચાહલે જણાવ્યું કે આજે મુંબઈ આવનારા ભારતીયખેલાડીઓને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા બાદ આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ તમામ ખેલાડીઓને આગલા સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.મુંબઈમાં રહેતાં પાંચ ખેલાડીઓ અજિંક્ય રહાણે, રોહિત શર્મા, પૃથ્વી શો, શાર્દુલ ઠાકુર અને કોચ રવિ શાસ્ત્રી ટીમ સાથે જોડાયા હતા. આ તમામને આગલા સાત દિવસ સુધી ઘરમાં રહેવું પડશે. ભારતીય ટીમનું જીત બાદ મુંબઈમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા રહાણે માટે એક કેક પણ કાપવાની વ્યવસ્થા કરાઈ હતી.


Related News

Loading...
Advertisement