મુંબઈ તા.21
બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ રેકેટમાં હવે નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોની ઝપટમાં અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો સાથી ચિંકૂ પઠાન આવ્યો છે. સુશાંત અપમૃત્યુ કેસમાં પણ તેનું નામ નોંધાયુ હતું. ચિંકૂ પઠાનની નશીલી દવાઓની તસ્કરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ચિંકૂ પઠાન ઉર્ફે ગેંગસ્ટર પરવેઝ ખાનને દાઉદનો જૂનો સાથી માનવામાં આવે છે.આ અંગેની વિગત મુજબ એનસીબી દ્વારા મુંબઈમાં ખૂણે ખૂણામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજે સવારે એક ઓપરેશનમાં એનસીબીએ દક્ષિણ મુંબઈના કેન્દ્રમાં સ્થિત એક ડ્રગ્સ ફેકટરીમાં ભાંગફોડ કરાયો હતો. જેમાં મોટા પ્રમાણમાં મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતુ. અહીથી એનસીબીએ મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ બનાવાના રો મટીરીયલ, ડ્રગ્સ, ફાયર આર્મ્સ અને મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, જેની કિંમત કરોડોમાં બતાવવામાં આવી રહી છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મુંબઈના મોટા ડ્રગ ડિલરોમાંનો એક ચિંકૂ પઠાન દાઉદ ઈબ્રાહીમ ગેંગનો પણ સાથી છે.