કોરોના કહેર ધીમો પડતા એર ઈન્ડીયાની દિલ્હી-મુંબઈ ફલાઈટમાં મુસાફરોની સંખ્યા વધી

21 January 2021 05:10 PM
India Rajkot
  • કોરોના કહેર ધીમો પડતા એર ઈન્ડીયાની દિલ્હી-મુંબઈ ફલાઈટમાં મુસાફરોની સંખ્યા વધી

દિલ્હીની ડેઈલી અને મુંબઈની સપ્તાહમાં ત્રણ ફલાઈટનું ઉડ્ડયન

રાજકોટ તા.21
કોરોનાના કપરા સમયના લોકડાઉન બાદ અનલોકમાં વિમાની સેવાને અસર પડયા બાદ ગત દિવાળી નૂતન વર્ષના તહેવારો બાદ ધીમે-ધીમે કોરોના સંક્રમણમાં ઘટાડા સાથે કોરોના વેકસીનનો આવિષ્કાર થતા ગુજરાત-સૌરાષ્ટ્રમાં વિમાની સેવામાં મુસાફરોનો વધારો થઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટથી દિલ્હી અને મુંબઈ વચ્ચે ઉડ્ડયન કરતી ફલાઈટોમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે.

ચાલુ જાન્યુઆરી માસમાં મુંબઈ-દિલ્હીથી આવતા-જતા મુસાફરોની સંખ્યા વધી હોવાનું રાજકોટ એરપોર્ટના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળેલ છે. રાજકોટ એરપોર્ટ પર હાલ સ્પાઈસ જેટ અને એર ઈન્ડીયા એરલાઈન્સની દિલ્હી અને મુંબઈની ફલાઈટોનું આવાગમન થઈ રહ્યું છે. રાજકોટ એર ઈન્ડીયાના મેનેજર સાથેની વાતચીતમાં જણાવ્યા પ્રમાણે હાલ રાજકોટ-દિલ્હીની ડેઈલી ફલાઈટ અને સપ્તહમાં મંગળ, ગુરુ, શનિ મુંબઈની ફલાઈટમાં મુસાફરોની સંખ્યા ફુલ રહે છે. દિલ્હી-મુંબઈ રૂટ પર ઉડ્ડયન કરતી એરબસ 122 સીટની સુવિધા હોવાથી મુસાફરોને વિમાની સેવાનો સાથે સમયસર લાભ મળી રહે છે તેમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટથી દિલ્હી, મુંબઈ વચ્ચે સ્પાઈસ જેટની ડેઈલી ફલાઈટ શરુ છે. પરંતુ ગઈકાલથી દિલ્હીની ફલાઈટ તા.24 સુધી બંધ હોવાથી બપોર બાદ આવતી એર ઈન્ડીયાની દિલ્હીની ડેઈલી ફલાઈટ ફુલ થઈ રહી છે. સ્પાઈસ જેટની મુંબઈની ડેઈલી ફલાઈટમાં ટ્રાફીક સારો જોવા મળતા હવે કોરોના સંક્રમણમાં હળવાશ થતા ઉદ્યોગકારો, વેપારીઓ જોબવર્ક કરતા બિઝનેસમેનોની હવાઈ મુસાફરીમાં સંખ્યા વધી રહી છે.


Related News

Loading...
Advertisement