સીબીએસસી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઈમ્પ્રુવમેન્ટ પરીક્ષા શરૂ કરશે

21 January 2021 05:06 PM
India
  • સીબીએસસી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઈમ્પ્રુવમેન્ટ પરીક્ષા શરૂ કરશે

બે લેવલોમાં અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના પેપર રજૂ કરાશે

નવી દિલ્હી તા.21
સીબીએસસી (કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ) એ બે વિષયને લઈને ફેરફાર કર્યા છે. આ અંગેની વિગત મુજબ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે સીબીએસસી બે લેવલોમાં અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં પેપર રજૂ કરશે. હાલમાં બોર્ડ છાત્રોના તનાવના સ્તરને ઘટાડવા માટે બે સ્તરો પર ગણીત અને હિન્દી પ્રધાન કરે છે. આ સાથે જ બોર્ડ આગામી શૈક્ષણિક વર્ષથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)ના અમલીકરણ અંતર્ગત ઈમ્પ્રુવમેન્ટ પરીક્ષા પણ શરુ કરશે. ધો.10 અને 12 માટે બોર્ડ પરીક્ષાઓમાં ક્રમબદ્ધ રીતે યોગ્યતા આધારીત પ્રશ્ર્ન અગાઉથી જ જાહેર કરાઈ ચૂકયા છે. બોર્ડે દર વર્ષે સવાલોની સંખ્યા 10 ટકા વધારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે સીબીએસસી બોર્ડ પરીક્ષા 2021 4 મેથી શરુ થશે અને 10 જૂને પુરી થશે. પ્રેકટીકલ પરીક્ષા 1 માર્ચથી શરુ થશે.


Related News

Loading...
Advertisement