પુરી તા.21
લગભગ 10 મહિના બાદ વિખ્યાત જગન્નાથના મંદિરમાં ભાવિકોને કોરોના નેગેટીવ રિપોર્ટ વગર પણ પ્રવેશ આપવા નિર્ણય લેવાયો છે. મંદિર ટ્રસ્ટ બોર્ડની બેઠકમાં સમીક્ષા બાદ આ નિર્ણય લેવાયો હતો જો કે હજુ શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદીત રખાશે જેથી સોશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે રીતે સૌ દર્શન કરી શકશે. ઉપરાંત માસ્ક અને સેનીટાઈઝર સહિતની વ્યવસ્થાઓ યથાવત રહેશે પરંતુ શ્રદ્ધાળુઓએ તેમનો કોરોના નેગેટીવ રીપોર્ટ આપવાનું જરૂરી રહેશે નહી.