30 કરોડની બેનામી સંપતિના મામલે ગાંધીનગરના નિવૃત મામલતદાર વિરમ દેસાઇનો બંગલો એસીબી દ્વારા સીલ

21 January 2021 04:50 PM
Ahmedabad Gujarat
  • 30 કરોડની બેનામી સંપતિના મામલે ગાંધીનગરના નિવૃત મામલતદાર વિરમ દેસાઇનો બંગલો એસીબી દ્વારા સીલ

દેસાઇ પાસે હજુ 500 વિઘાથી વધુ જમીન તેમજ ફલેટ, બંગલો સહિતની મિલકતો હોવાની ચર્ચા : તપાસમાં અનેક અધિકારીઓ ઝપટે ચડવાની સંભાવના

ગાંધીનગર તા.21
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે આવક કરતાં વધું બેનામી સંપત્તિના મામલે આજે ગાંધીનગર સેક્ટર 7 સ્થિત વિરમ દેસાઈનાં બંગલા ને સીલ કરવામાં આવ્યો હતો. એસીબી દ્રારા બંગલા પર નોટિસ લગાવી ને બંગલો સીલ કરાયો છે. અને બે પોલીસ કર્મી ને પણ બગલા પર મુકવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી 30 કરોડ કરતા વધું બેનામી સંપત્તિ નો કેસ ગઇ કાલે એસીબીએ દાખલ કર્યો હતો.


જોકે હાલમાં ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો એ આ ગુન્હાની વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વિરમ દેસાઈ જ્યારે ગાંધીનગર કાર્યરત હતા. ત્યારે તેમના કાર્યકાળ માં તેમની સાથે કામ કરનાર નિકટના અધિકારીઓ અને કર્મચારીઓના વધુ નામ ખુલવાની શક્યતાઓ થી ફફડાટ ફેલાયો છે.તો બીજી તરફ વિરમ દેસાઈની એસીબી દ્વારા હજુ સુધી સત્તાવાર ધરપકડ કરવામાં આવી નથી. ત્યારે આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અલગ અલગ ટીમોની રચના કરીને વિરમ દેસાઈ અને તેની મિલકત અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવી છે.ત્યારે આ ઘટનામાં એવી હકીકતો ચર્ચાઈ રહી છે કે વિરમ દેસાઈ પાસેથી કરોડની માતબર રકમ મળી આવવાના આ કેસમાં ઉચ્ચ અધિકારીઓના નામ ખૂલે તેવી ચર્ચા પણ ચકડોળે ચડી છે. જોકે એસીબી દ્વારા હવે આ કેસમાં તબક્કાવાર તેની મિલકત સીલ કરવામાં આવશે.


આ ઉપરાંત વિરમ દેસાઈ પાસેથી મળેલી રોકડ રકમ અને અન્ય રોકાણો ની તપાસ પણ એસીબી દ્વારા શરુ કરી દેવામાં આવી છે જ્યારે તેમની સાથેના નજીકના પરિવારજનો અને અન્ય કર્મચારીઓ અધિકારીઓની મિલકતો અંગે પણ તપાસ થઈ શકે તેમ છે સાથે સાથે વિરમ દેસાઈ ના ખાતામાં નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ કરશે અને નાણાંકીય વ્યવહારોમાં કોણે કેવી રીતે આ વ્યવહાર કરે છે તે દિશામાં પણ એસીબી દ્વારા તપાસ કરવાના ચક્રો ગતિમાન થયા છે જોકે મળતી વિગતો મુજબ હાલ આ કેસની તપાસ ચાલુ છે અને વિરમ દેસાઈ કોઈ ધરપકડ દર્શાવવામાં આવી નથી પરંતુ રાજ્યના એન્ટીકરપ્શન બ્યૂરો દ્વારા વિરમ દેસાઈ વિરુદ્ધ ગુપ્ત તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.

ગાંધીનગર અને કલોલમાં નાયબ મામલતદાર તરીકે નિવૃત્ત થયેલા વિરમ દેસાઈની બેનામી સંપત્તિ નો કિસ્સો  સમગ્ર રાજ્યમાં ચર્ચાના એરણે રહ્યો છે. ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે વિરમ દેસાઈ પાસે ગાંધીનગરમાં 500 વીધા થી પણ વધુ જમીન છે પરંતુ આ જમીન કોના નામે છે તેની તપાસ એસીબી દ્વારા કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત પાટણ ના ધારાસભ્ય એ વિરમ દેસાઈ પાસે કોરોડો રૂપિયા ની બેનામી સંપત્તિ હોવાની ફરિયાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ કરી હતી જોકે આ કિસ્સામાં વિરમ દેસાઈ પાસે ફ્લેટ , બંગલો અને જમીન જેવી મિલકતો પણ વિપુલ પ્રમાણમાં હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. સાથે સાથે ગાંધીનગર માં 5 થી વધુ બંગલો અને ફ્લેટ વિરમ દેસાઈ પાસે હોવાનું મનાઈ રહ્યું છે.  એટલું જ નહીં વિરમ દેસાઈ વ્યાજે નાણાં ધીરતો હોવાનું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે એસીબીની તપાસમાં જ વિરમ દેસાઈ પાસે હજુ કેટલી મિલકત છે તે બહાર આવશે.


Related News

Loading...
Advertisement