બીટકોઈન પર પ્રતિબંધ આવશે: અમેરિકાના નવા નાણામંત્રીનો સંકેત

21 January 2021 04:49 PM
World
  • બીટકોઈન પર પ્રતિબંધ આવશે: અમેરિકાના નવા નાણામંત્રીનો સંકેત

વોશિંગ્ટન તા.21
અમેરિકામાં આજથી બાઈડન શાસનનો પ્રારંભ થયો છે અને સેક્રેટરી ઓફ ટ્રેઝરી તરીકે નિયુક્ત થયેલા જેનેટ યેલેન એ તેમના પ્રથમ વકતવ્યમાં બીટકોઈન પર કોઈ પણ પ્રકારના નિયમનનો સંકેત આપતા જણાવ્યું કે આ ક્રેપ્ટોકરન્સીનો મુખ્યત્વે ઉપયોગ ગેરકાનુની નાણાકીય પ્રવૃતિમાં જ થાય છે. જેનેટ યેલેન એ અગાઉ અમેરિકાની સેન્ટ્રલ બેંકના વડા તરીકે પણ કામ કરી રહ્યા છે અને તેમને જણાવ્યું કે બીટકોઈનનું ત્રાસવાદી પ્રવૃતિ માટે પણ થતો ઉપયોગ અમારા માટે ચિંતાજનક છે. તેમણે અમેરિકી સંસદમાં આ મુદો રજુ કરવાનો સંકેત આપ્યો હતો અને જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારે આ ડીઝીટલ કરન્સીને રોકવી જરૂરી છે.


Related News

Loading...
Advertisement