તેલઅવીવ તા.21
ઈઝરાયેલમાં કોરોના સંક્રમણ સર્વોચ્ચ સ્તરે છે અને અહી ફાઈઝરની વેકસીન પણ આપવામાં આવી રહી છે તે વચ્ચે આ દેશના પંદરીય શહેર નેતાનયામાં 12400 લોકો કોરોના પોઝીટીવ જાહેર થયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેઓને ફાઈઝરની કોરોના વેકસીન આપવામાં આવી હતી અને 69 લોકોને તો વેકસીનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો હતો તેમ છતાં તેઓ પોઝીટીવ થતા ઈઝરાયેલમાં ચિંતા વધી ગઈ છે. ઈઝરાયેલના આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં વેકસીનેશન કરાયા બાદ 1.89 લાખ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું જેમાં 6થી7 ટકા લોકો પોઝીટીવ જાહેર થયા છે અને તેથી ફાઈઝરની વેકસીન ઓછી અસરકારક હોવાનું માનવામાં આવે છે. ઈઝરાયેલમાં ખાસ કરીને વૃદ્ધ લોકો માટે આ વેકસીનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. એક મહીના પહેલા કોરોના વેકસીન આપવાનું શરુ થયુ હતું. જેમાં 12400 લોકો પણ વેકસીન બાદ પોઝીટીવ થયા છે.