રાજકોટ, તા.21
પ્રદેશ ભાજપ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટણી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે પ્રદેશ નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના સિનીયર નેતા ડો.જૈમનભાઇ ઉપાધ્યાયની નિયુકિત કરાઇ છે. રવિવારે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. તેમની સાથે નિરીક્ષકમાં હસમુખભાઇ હિંડોચા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મહિલા નિરીક્ષકમાં પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ સામેલ છે.