ગાંધીનગર તા.21
બોર્ડર સિક્યુરિટી ફોર્સ પેન્શનર્સની ફરિયાદોના નિવારણ માટે ‘પેન્શન અદાલત’નું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના BSF ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર, ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી આ કાર્યક્રમ યોજાશે.દેશની રક્ષા માટે તૈનાત બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના રાજસ્થાન અને ગુજરાત રાજ્યના નિવૃત્ત જવાનોની પેન્શન સંબંધિત ફરિયાદ નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગુજરાતના ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર ગાંધીનગર ખાતે આગામી તા. 21મી તથા 22મી જાન્યુઆરીના રોજ પેન્શન અદાલત યોજાશે. જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ પેન્શનર્સ જોડાઈ શકશે. ઉલ્લેખનીય છે કે બીએસએફ ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે કે, PAO bank CPAO (સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસર) SWO તથા DWOના પ્રતિનિધિઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.
જ્યારે રસ ધરાવનાર પેન્સનર્સ રૂબરૂ ફ્રન્ટિઅર હેડ ક્વાર્ટર, ગાંધીનગર ખાતે જઈ શકશે અથવા કોઈ પણ નજીકની બીએસએફ કચેરીમાંથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ જોડાઈ શકશે તેમ યાદીમાં જણાવાયું છે.