મુખ્યમંત્રીનો રૂટ ચમકયો : રાતોરાત સ્વચ્છતા અભિયાન

21 January 2021 04:38 PM
Rajkot
  • મુખ્યમંત્રીનો રૂટ ચમકયો : રાતોરાત સ્વચ્છતા અભિયાન
  • મુખ્યમંત્રીનો રૂટ ચમકયો : રાતોરાત સ્વચ્છતા અભિયાન
  • મુખ્યમંત્રીનો રૂટ ચમકયો : રાતોરાત સ્વચ્છતા અભિયાન
  • મુખ્યમંત્રીનો રૂટ ચમકયો : રાતોરાત સ્વચ્છતા અભિયાન

આવતીકાલે ફરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વતન રાજકોટ આવી રહ્યા છે. આ વખતે કોઠારીયા ગામ પાસે તિરૂપતિ હેડવર્કસ ખાતે લોકાર્પણ અને ભૂમિપૂજનના સામુહિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. કોર્પો., રૂડા, કલેકટર સહિતની કચેરીના કાર્યક્રમો નકકી થયા છે. આ રૂટ પર મુખ્યમંત્રીનો કાર્યક્રમ કદાચ પહેલી વખત યોજાઇ રહ્યો છે. આથી સોરઠીયાવાડીથી છેક કોઠારીયા રોડ સુધીના રસ્તે સઘન સફાઇ અભિયાનની જેમ કામગીરી ચાલી રહી છે. આટલા ચકચકાટ રોડ જોઇને લોકોને લાગતુ હતું કે મુખ્યમંત્રીએ કોઠારીયા રોડ પર દર મહિને આંટો મારવો જોઇએ તો ખાડા પણ રાતોરાત બુરાઇ શકે, રોડ પર દવા છંટકાવ પણ ચાલી રહ્યો છે. તો મુખ્યમંત્રીના સ્વાગત માટે માર્ગો પર બોર્ડ અને બેનર પણ લાગી ગયા છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)

Related News

Loading...
Advertisement