ગુજરાતની પાંજરાપોળોને બાઉન્ડ્રી વોલ બનાવવા માટે રકમ ફાળવવા રાજય સરકારને સમસ્ત મહાજનની રજૂઆત

21 January 2021 04:37 PM
Rajkot
  • ગુજરાતની પાંજરાપોળોને બાઉન્ડ્રી વોલ બનાવવા માટે રકમ ફાળવવા રાજય સરકારને સમસ્ત મહાજનની રજૂઆત

રાજય સરકારે ગત વર્ષના બજેટમાં 100 કરોડ જાહેર કરેલા તેમાં 42 કરોડ, 80 લાખ ગુજરાતની પાંજરાપોળોને અપાયા : હજુ 58 કરોડ જમા છે : ગિરીશભાઇ શાહ, પ્રદીપભાઇ મહેતા

રાજકોટ તા.21 : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન-નાણામંત્રી નિતીનભાઇ પટેલએ ગત વર્ષના બજેટમાં ગૌશાળા અને પાંજરાપોળ માટે રૂ.100 કરોડની ફાળવણી કરી હતી. ગત બજેટમાં થયેલી ઘોષણા અનુસાર ગુજરાતની પાંજરાપોળોને રૂ.40 લાખના હીસાબથી રૂ.42 કરોડ 80 લાખનું વીતરણ કરાયુ હતુ. 100 કરોડની યોજનામાં હજુ પ8 કરોડ આપવાના બાકી રહે છે. તેમ સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહે જણાવેલ છે.

સમસ્ચત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહે રાજય સરકારને રજુઆત કરી છે કે દરેક પાંજરાપોળોની બાઉન્ડ્રી વોલ માટે તાત્કાલીક આ બાકી રહેલી રકમની ફાળવણી કરવામાં આવે. તેમણે ગુજરાતમાં આવેલી પાંજરાપોળના સંચાલકો-ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો છે કે આ વિષયને ગંભીરતાથી લઇને તરત જ મુખ્યમંત્રી તથા નાણા મંત્રીને પત્ર પાઠવે અને અભીનંદન પાઠવે.

અન્ય રાજયોમાં પણ પ્રયાસ કરવાથી આ પ્રકારનો સહયોગ જે તે સરકાર તરફથી મળી શકે છે. ઉપરોકત કાર્ય માટે પોતાના વીસ્તારના ધારાસભ્ય અને સાંસદનો સંપર્ક કરી શકાય અને હકારાત્મક પ્રતિભાવ મળી શકે તેમ અંતમાં ઇડર પાંજરાપોળના ટ્રસ્ટી પ્રદીપભાઇ મહેતાએ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement