આરએસએસના વડા મોહન ભાગવત તા.23થી બે દિવસ રાજકોટમાં

21 January 2021 03:59 PM
Rajkot Gujarat
  • આરએસએસના વડા મોહન ભાગવત તા.23થી બે દિવસ રાજકોટમાં

સંઘના સ્વયંસેવકો અને પ્રચારકોને જ મળશે: કોઈ જાહેર કાર્યક્રમોનું આયોજન નથી: શહેર પોલીસ દ્વારા સુરક્ષાની તૈયારીની સમીક્ષા

રાજકોટ તા.21
ગુજરાતમાં હાલમાં આરએસએસના સતત વધી રહેલા આયોજનો વચ્ચે આગામી તા.23થી સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની રાજકોટ મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ સંઘના વરિષ્ઠ સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે વિચારગોષ્ઠી કરશે તથા સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજશે. શ્રી ભાગવતના આગમનના કારણે તેઓ ઝેડ પ્લસ સીકયોરીટી હેઠળ હોવાથી તાત્કાલીક શહેર પોલીસ દ્વારા ભાગવતની સુરક્ષા સહિતના આયોજનો શરુ કરી દેવાયા છે. શ્રી ભાગવત સંઘના કોઈ કાર્યકર્તાને ત્યાં નિવાસ કરશે અને બે દિવસ દરમ્યાન પ્રચારકો તથા તેનો પરિવારજનોને મળશે. શ્રી ભાગવત જો કે કોઈ જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાના નથી અને કોઈ મુલાકાત આપશે નહી. તેમની આ મુલાકાતનું આયોજન વિશ્ર્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્રના માધ્યમથી કરાયુ છે. શ્રી ભાગવતના આગમન સાથે આરએસએસના કાર્યકર્તાઓમાં જબરો ઉત્સાહ છે. હાલમાં જ અમદાવાદ ખાતે પણ સંઘની ત્રણ દિવસની બેઠકનું આયોજન થયું હતું અને ભાગવત સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ પણ તેમાં હાજર રહ્યા હતા. તે બાદ સૌરાષ્ટ્રની તેમની આ મુલાકાતનું આયોજન થયું છે.


Related News

Loading...
Advertisement