જામનગર તા.21:
જામનગરમાં હિન્દુ સેના દ્વારા 10 દિવસીય સ્વબચાવ તાલીમ કેમ્પ યોજાઇ ગયો જેમાં અનેક હિન્દુ યુવાનોએ ભાગ લીધો હતો. આ તાલીમાર્થીઓને સર્ટીફિકેટ વિતરણનો કાર્યક્રમ સ્વામીનારાણ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજદાસજીનો અધ્યક્ષ સ્થાને 20 જાન્યુઆરી-2021ના રોજ યોજાયો હતો.આ કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમના ગામનથી કરી હતી. જામનગર જિલ્લા હિન્દુ સેના યુવા પાંખના મયુર પટેલ દ્વારા હિન્દુ સેનાના કાર્યોની જાણકારી આપવામાં આવી હતી
ત્યારબાદ આવેલ અતિથિવિશેષનું હિન્દુસેના ગુજરાતના પ્રમુખ પ્રતિકભટ્ટની ઉપસ્થિતિમાં ગોકુલ હોસ્પિટલના ડિરેકટર બલદેવભાઇ સારડા, ગણેશ ક્ધસ્ટ્રકશનના માલિક દિપકભાઇ પટેલ, આર.એસ.એસ.ના સહકાર્યવાહ ગીરીશભાઇ ચૌહાણ, આર.એસ.એસ.સદભાવ સમરસતાના વ્રજલાલભાઇ પાઠક, વિ.હિ.પ.ના જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલિયા, સિનિયર એડવોકેટ હિતેનભાઇ ભટ્ટ, બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ અને યોગગુરૂ પ્રિતિબેન શુકલ, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, પ્રકાશભાઇ કનખરા, કોર્પોરેટર કેતન નાખવા સહિતના આવેલ મહેમાનોનું મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવેલ.
દશ દિવસની તાલીમ આપનાર બ્લેક બેલ્ટ ફાઇડાન જયેશભાઇ જોષી તેમજ બહેનોને તાલીમ આપનાર બ્લોક બેલ્ટ ધનલક્ષ્મીબેન નિમાવતને હિન્દુસેનાના જિલ્લા પ્રમુખ વિનુભાઇ આહિર, શહેર પ્રમુખ દિપક પિલ્લે વગેરે દ્વારા સ્પેશ્યલ મુવમેન્ટ દ્વારા સન્માનીત કરેલ. હાલમાં અયોધ્યા ખાતે ચાલી રહેલ રામ મંદિર નિર્માણના કાર્યની વિસ્તૃત માહિતી આર.એસ.એસ.ના સહકાર્યવાહ દ્વારા આપવામાં આવી હતી. તેમજ આશીર્વચન શાસ્ત્રી સ્વામીશ્રી ચતુર્ભુજદાસ દ્વારા પાઠવવામાં આવેલ. તમામ કાર્યક્રમ દરમ્યાન અર્જુનસિંહ રાઠોડ, ઘનશ્યામ ચિતારા, વિવેક ખેતાણી, કિશન દેસાઇ, યેશાંત ત્રિવેદી, રોનક જોષી વગેરેએ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમનું સંચાલન જાણીતા લલીતભાઇ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.