પ્રતાપસિંહની આરતી ઉતારવામાં આવી હતી

21 January 2021 02:35 PM
Junagadh
  • પ્રતાપસિંહની આરતી ઉતારવામાં આવી હતી

વિરપુર (જલારામ) યાત્રાધામ વિરપુરમાં આજે હિંદુ વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપસિંહજીના બલીદાન દિવસે ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ સ્વામીવિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી. સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામમાં આજે સ્વામીવિવેકાનંદ યુવા બોર્ડના યુવાનો તેમજ ક્ષત્રિય-રાજપૂત સમાજના યુવાનો તથા મેવાડી ગાર્દી લોહાર સમાજના યુવાનો દ્વારા માતૃભૂમિની રક્ષા કાજે જીવન સમર્પિત કરનાર હિંદવા શાલીગ્રામ વીર સપૂત ક્ષત્રિયકુલ ભૂષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી વીર મહારાણા પ્રતાપસિંહજીની આરતી ઉતારવામાં આવી હતી.


Loading...
Advertisement