હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય

21 January 2021 02:34 PM
Junagadh
  • હોમગાર્ડ જવાન પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી રૂ.1.55 લાખની સહાય

કોરોના મહામારીમાં હોમગાર્ડની કામગીરી પોલીસની સાથે ખુબજ અગત્યની પુરવાર થઈ છે. ત્યારે ત્રણ માસ પહેલા કોડીનાર યુનિટના હોમગાર્ડ જવાન પોતાની ફરજ બજાવતા ધીરુભાઈ જગમાલ ભાઈ કામળિયા નું અવસાન થયું હતુ. હોમગાર્ડ કલ્યાણ નિધિ મારફત તેમના પરિવારમાં વિધવા પત્નિને રૂ.1.55 લાખ મરણોત્તર સહાય મે. ડાયરેક્ટર જનરલ ગુજરાત હોમગાર્ડ અમદાવાદ દ્વારા અવસાન પામેલ હોમગાર્ડની દરખાસ્તને મંજુર કરી ચેક જિલ્લા કચેરીએ મોકલવામાં આવતા જિલ્લા કમાન્ડન્ટ અતુલ ઠાકર તથા કોડીનાર પી.આઈ સંદીપસિંહ ચુડાસમા,ઓફિસર કમાન્ડર સંજય ઉપાધ્યાય તથા જિલ્લાના પ્રતિનિધિ અજય વરૂ તથા કોડીનાર યુનિટના ભુપત બારડ તથા ભરત કામળીયા ના અથાર્ગ પ્રયત્નોથી હોમગાર્ડના વિધવા પત્ની ગં. સ્વ. પ્રભાબેન ધીરુભાઈ કામળિયા ને હોમગાર્ડ કચેરી એ બોલાવી અધિકારીઓ દ્વારા રૂ.1.55 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અને આ તકે હોમગાર્ડ યુનિટ કચેરી માં પરીવારજનોએ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને હોમગાર્ડ તરફ થી જે સહાય ચૂકવવા માં આવેલ તે માટે પરિવાર તરફથી અશ્રુભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો.


Loading...
Advertisement