જૂનાગઢ જિલ્લામાં ઘરફોડ ચોરીના બે અલગ-અલગ બનાવ

21 January 2021 02:31 PM
Junagadh Crime
  • જૂનાગઢ જિલ્લામાં ઘરફોડ ચોરીના બે અલગ-અલગ બનાવ

વિસાવદરના નાની મોણપરી ગામે ધોળા દિવસે મકાનમાંથી દાગીનાની ચોરી

જૂનાગઢ શહેર અને જીલ્લામ્ચોરીના બનાવો દિન પ્રતિદિન વધતા રહ્યા છે ત્યારે વિસાવદરના નાની મોણપર, કેશોદના ફરેણી ગામે રહેણાંક મકાનમાં દરવાજો તોડી સોનાના દાગીના, વાસણો, કપડા સહિત કુલ રૂા.1,55,500ની મતાની ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.


મુળ માંગરોળના સાંગાવાડાના રહીશ હાલ કેશોદના કરેણી ગામે રહેતા કરણ ઉર્ફે કૌશીક માલમના ભાડેના રહેણાંક બંધ મકાનનો પાછળનો દરવાજો તોડી ઘરમાંથી સોનાના બે તોલાના નંગ બે અને સોનાની બુટ્ટી, એક તોલોની કિંમત રૂા.1,50,000 તથા સ્ટીલ અને એલ્યુમીનીયમના વાસણ કિંમત 3000, કપડા રૂા.2500 મળી કુલ રૂા.15,5500ની મતાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા કેશોદ પીએસઆઇ પી.એફ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.


આજ વ્યકિત કરણભાઇ ઉર્ફે કૌશીકના કેશોધ ખાતેના ઇન્દ્રલોક ખાતેના રહેણાંક મકાનમાં ફરી વખત કોઇ જાણ ભેડુએ ગત તા.17-1 થી તા.20-1 દરમિયાન નિશાન બનાવી મકાનના દરવાજાના લોક તોડી ઘરમાં કબાટમાંથી રોકડ રૂા.20 હજાર, ચાંદીના પાટલા જોડી-2, કિંમત 10 હજાર મળી કુલ રૂા.30 હજારની મતાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.સી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે. કરણભાઇના કરેણી અને કેશોદ ખાતે બે વખત ચોરી થવા પામી છે.


વિસાવદર થી 17 કિ.મી. દૂર નાની મોણપરી ગામે રહેતા મકવાણા દિનેશ ડાયાભાઇ ગત તા.19-1ની સવારે 8 કલાકે જુનાગઢ ખરખરાના કામે પરિવાર સાથે જવા નીકળ્યા બાદ કોઇ જાણભેદુએ મકાનની ડેલી તોડી રૂમનું તાળુ તોડી ઘરના કબાટના લોકરમાંથી સોનાનો હાર બે તોલા, અઢી ગ્રામની બે વીંટી સહિત કુલ રૂા.43000ની મતાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે. સવારના 8 થી બપોરના બે દરમિયાન ચોરીનો અંજામ આપ્યો હતો જેમાં કોઇ જાણભેદુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


Related News

Loading...
Advertisement