વોરાકોટડાના યુવાનોએ જાત મહેનતથી રાજવીકાળની બેઠી ધાબીનું સમારકામ કર્યુ

21 January 2021 02:29 PM
Gondal
  • વોરાકોટડાના યુવાનોએ જાત મહેનતથી રાજવીકાળની બેઠી ધાબીનું સમારકામ કર્યુ

વારંવારની રજુઆત છતાં પગલા લેવામાં તંત્ર નિષ્ક્રીય રહ્યું

ગોંડલ તા.21
વોરા કોટડા ગામે આવેલ ગોંડલી નદી ઉપરની રાજવી કાળની બેઠી ધાબી ભારે પુરના કારણે જર્જરિત બની હોય તંત્રને અનેકો રજુઆત કરવા છતાં રીપેરીંગ ન કરતા ગામના યુવાનો એ જાત મહેનત જીંદાબાદ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ વોરકોટડા ગામે ગોંડલી નદી ઉપરની રાજાશાહી વખતની બેઠી ધાબી ઉપર ચોમાસા દરમ્યાન ચાર પાંચ ફૂટ પાણી વહેતુ હોય છે ગ્રામજનો દ્વારા પુલ માટે છેલ્લાં સાત વર્ષ થી રજુઆત કરવામાં આવતી હોવા છતાં તંત્ર દ્વારા પુલ તો ઠીક ધાબી ઉપર રીપેરીંગ કામ પણ કરવામાં આવતું ન હોય ગામના હસ્તીન ભંડેરી, હરેશ ધરેજીયા, મયુર ગોલતર, ઉદય ગુજરાતી, કાળુભાઈ ભંડેરી, હુકાભાઈ શીંગળા, રોહિત નાકિયાં, મુકેશ સરવૈયા, ભાવેશ ભાસા સહિત ના યુવાનો એ જાત મહેનત જીંદાબાદ કરી સમાર કામ કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ તકે ભાવેશભાઈ ભાસા એ જણાવ્યું હતું કે ગામનો કોઝવે તૂટી ગયો હતો ત્યારે સરકારના પ્રતિનિધિ રાજકોટ જીલ્લા પંચાયત ના ડીડીઓએ ગત વર્ષે મુલાકાત કરી હતી ગ્રામજનોને બાહેંધરી આપી હતી કે આ કોઝવે માટે તાત્કાલિક સિમેન્ટ નું કવર વાટા કરી આપીશું એ વાત ને પણ વર્ષ વત્યું હોવા છતા પણ સરકાર ના પેટનું પાણી હલ્યું ન હતું.


Loading...
Advertisement