શહેરમાં ટપાલ પેટી મુકવાની માંગ

21 January 2021 02:26 PM
Veraval
  • શહેરમાં ટપાલ પેટી મુકવાની માંગ

વેરાવળમાં ત્રણ-ચાર વર્ષ પહેલા શહેરમાં જુદા-જુદા સ્થળોએ ટપાલ પેટી કાર્યરત રહેલ પરંતુ શહેરનો વ્યાપ વધતા જતા આ પોસ્ટ માટેની પેટીઓના સ્થળ વધવાની જગ્યાએ હાલ એક પણ જગ્યાએ ટપાલ પેટી જોવા મળતી નથી ત્યારે જરૂરીયાત વાળી જગ્યાએ ફરી ટપાલ પેટીઓ મુકવાની માંગ લોકોમાંથી ઉઠવા પામેલ છે. વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સરકારી હોસ્પીટલ, ગાંધી ચોક, બસ સ્ટેશન, રામ ભરોષા ચોક, ભાલકા મંદિર, કૃષ્ણ નગર, વખારીયા બજાર, સટ્ટા બજાર, કોર્મશીયલ બીલ્ડીંગ પાસે, લાયબ્રેરી પાસે તેમજ અમુક સરકારી કચેરીઓમાં ટપાલ પેટીઓ હતી અને આ તમામ સ્થળોએ શહેરીજનો પોસ્ટ કરવા માટેના કવરો-ટપાલો તેમાં નાખતા હતા અને આ ટપાલો-કવરો એકત્રીત કરવા પોસ્ટના કર્મચારીઓ કામગીરી કરતા હતા પરંતુ શહેરની વસ્તી અને વિસ્તાર વધતા પોસ્ટ ઓફીસની આ ટપાલ પેટીઓ વધવાની જગ્યાએ બંધ થઇ જતા હાલ શહેરીજનોને એક ટપાલ નાખવા પોસ્ટ ઓફીસ સુધી જવું પડે છે. આ બાબતે પોસ્ટ વિભાગના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામેલ છે.


Loading...
Advertisement