મોરબીમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાના લાભાર્થીઓનો અભિવાદન સમારોહ યોજાયો

21 January 2021 02:16 PM
Morbi
  • મોરબીમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાના લાભાર્થીઓનો અભિવાદન સમારોહ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજયના 101 જેટલા તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવશે થયેલ નવા લાભાર્થીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અભિવાદન કાર્યક્રમના કરાયેલા આયોજનના ભાગરૂપે મોરબીમાં ટાઉનહોલ ખાતે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતુ કે, મોરબી 4000થી વધુ લોકોને રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદાનો લાભ મળશે. તેમજ આ કાયદા અંગે જાગૃતિ રાખવા લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે નવા લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સ્ટેજ પરથી પ્રતિકરૂપે રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરીયા, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારી સ્વેતાબેન પટેલ, મોરબી પ્રાંત અધિકારી ઝાલા, મોરબી ચીફ ઓફીસર ગીરીશ સરૈયા, મોરબી તાલુકા મામલતદાર જાડેજા, મોરબી શહેર મામલતદાર રૂપાપરા સહિત સમિત સખ્યામાં લાભાર્થીઓ અને લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. (તસવીર : જીજ્ઞેશ ભટ્ટ)


Loading...
Advertisement