ટંકારામાં દાતા સ્વ.રમણીકભાઇ મહેતાને શ્રઘ્ધાંજલી અપાઇ

21 January 2021 02:12 PM
Morbi
  • ટંકારામાં દાતા સ્વ.રમણીકભાઇ
મહેતાને શ્રઘ્ધાંજલી અપાઇ

મહર્ષિ દયાનંદ વિદ્યાલય ખાતે શ્રઘ્ધાંજલી સભા યોજાઇ

ટંકારા તા.21
વાંકાનેરના વતની અને લંડન નિવાસી ડોક્ટર રમણીકભાઈ મહેતા નું તાજેતરમાં નિધન થયેલ છે. ડો.રમણીકભાઈ મહેતા તથા તેમના ધર્મપત્ની ડોકટર ભાનુબેન મહેતા એ વાંકાનેર તાલુકામાં તથા ટંકારા તાલુકામાં અનેક શૈક્ષણિક સંસ્થાઓને પોતાનો સાથ સહકાર અને આર્થિક યોગદાન આપી શાળાઓનું નિર્માણ કરેલ છે. તે શાળાઓમાં આજ સુધીમાં હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી પોતાનું ઉજ્વળ ભવિષ્ય બનાવેલ છે.
ટંકારામાં મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષ્મી વિદ્યાલય 1993માં દેવ દયા પ્રાથના ખંડ, તેમજ કમ્પ્યુટર હોલ માટે એ.સી. તથા કમ્પ્યુટરો પુરા પાડેલ છે. ટંકારા તાલુકાના વિદ્યાર્થીઓ ને કોમ્પ્યુટર શિક્ષણ નીસુવિધા મળેલ છે.
મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાયેલ. જેમાં આચાર્ય એલ. વી. કગથરા, ટ્રસ્ટી એચ.બી. કંસારા સ્ટાફ, વિદ્યાર્થીઓ દ્વારા મૌન પાળી પ્રાર્થના કરાયેલ હતી.


Loading...
Advertisement