ભચાઉના આધોઇ ગામે તા.26ના સાંસદ શ્રી ચાવડાનું સન્માન કરાશે

21 January 2021 02:06 PM
kutch
  • ભચાઉના આધોઇ ગામે તા.26ના સાંસદ શ્રી ચાવડાનું સન્માન કરાશે

(ગની કુંભાર) ભચાઉ તા.21
તાલુકાના આધોઇ ગામે તા.26/1ના પ્રજાસતાકદિને સાંસદ શ્રી ચાવડાનું સન્માન કરવામાં આવશે. કરછના સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા ને ભારતનાં 25 શ્રેષ્ઠ સાંસદમાં બહુમાન તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે વરણી થતાં વાગડ વિશા ઓશવાળ સમાજનું ધબકતું સંગઠન ટીમ વાગડ દ્વારા આધોઇ અને આસપાસના ગામના ગ્રામજનો વતીથી તા.26/01/21ના મંગળવારે સાંજે 4વાગે આધોઇ જૈન સોશ્યલ ગ્રુપ,શાહુનગર આધોઇ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અતિથિ વિશેષ તરીકે રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા , ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાન અરજણભાઇ રબારી , રાપર પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ઉપસ્થિત રહેશે. આ સન્માન સમારોહને સફળ બનાવવા ટીમ વાગડ ના ચેરમેન લક્ષ્મીચંદભાઇ ચરલાની રાહબારી હેઠળ ક્ધવીનરો મુકેશભાઈ ગાલા , હરિલાલ રીટા , અમરશીભાઇ ગડા , નવીનભાઈ છેડા , અમરશીભાઇ સત્રા , રાજેશભાઇ દેઢીયા, દિલીપભાઈ શાહ , જેન્તીભાઇ સત્રા , રવજીભાઈ ગડા , હસમુખભાઈ ગીદરા , વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.


Loading...
Advertisement