ગુજરાતના પ્રેસીડેન્ટ તરીકે ભચાઉના મોહન મેરીયાની વરણી : શુભેચ્છા

21 January 2021 02:04 PM
kutch
  • ગુજરાતના પ્રેસીડેન્ટ તરીકે ભચાઉના
મોહન મેરીયાની વરણી : શુભેચ્છા

શિક્ષા સ્વાસ્થ્ય સેવા સમિતિમાં

(ગની કુંભાર)
ભચાઉ તા.21
તા.19ના શિક્ષા સ્વાસ્થ્ય સેવા સમિતિની બ્રાંચ ઑફિસ સંગમ વિહાર ન્યૂ દિલ્હીમાં એક બેઠક યોજાયેલી જેનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્થાના ગુજરાતના સ્ટેટ પ્રેસિડન્ટ ભચાઉ કચ્છના મોહન મેરિયા જીનો સ્વાગત કરવાનો હતો. તેમણે સંસ્થા માટે રાત દિવસ એક કરીને મહેનત કરે છે 6 મહિના પહેલા તેમની ગુજરાતના સ્ટેટ પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરાઇ છે. તેમણે અત્યાર સુધી કરેલા કામોને ધ્યાનમાં લઈને બોર્ડ દ્વારા તેમને રાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં તેમને રાષ્ટ્રીય સલાહકાર તરીકે નિમણુંક કરાયા સાથે તેમના કાર્યને બિરદાવતાં ફૂલોના હારથી તેમનું સન્માન કરવામાં આવ્યો સાથે પોતાના પદનું અભિમાન રાખ્યા વગર વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા આપતા શ્રી ધરમપાલસિંગજી નો પ્રમોશન કરીને વરિષ્ઠ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવ્યા સાથે મોહમદ મુસ્તીકીમજીને રાષ્ટ્રીય એડવટાઇજિંગ બોર્ડના પેટ્રોન તરીકે નિમણુંક કરવામાં આવ્યા સાથે સૌને ફૂલોના હારથી સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમ મા ઉપાસ્થિત પ્રેસિડન્ટ શ્રી એમ. બી. ગૌતમ સર વાઇસ પ્રેસીડન્ટ મોહમદ ઇશાકજીરાષ્ટ્રીય સચિવ શ્રી અશોક પુંડિરજી બીબીસી ન્યૂઝના એડિટર શ્રી આલમ મનસુરીજી તેમજ અનેક નાનામોટા પદાધિકારીઓ ગુજરાત થી કાનજી બોખાણી વગેરે લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમ ને સફળ બનાવેલ.


Loading...
Advertisement