(ગની કુંભાર) ભચાઉ, તા.21 પોલીસ મહાનીરીક્ષક જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘએ દારૂ તેમજ જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.જે. રાણા તથા પોલીસ સબ ઇન્સ. એચ.એમ. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
દરમિયાન ખાનગી રાહે ચોક્સ બાતમી હકીકત મળેલ કે ભુજ મધ્યે મહાવીરનગર પ્રશાંત પાર્ક-2 માં મ.નં. 202માં રહેતો હિતેશગર દેવગર ગુંસાઇ ઉર્ફે હીતીયો ફડો પોતાના રહેણાંક મકાનમાં તથા એજ એપાર્ટમેન્ટના રૂમ નં. 303માં ભારતીય બનાવટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી મેળવી છૂટકમાં વેંચાણ કરે છે અને હાલે તેની આ પ્રવૃત્તિ ચાલુમાં છે, જેથી તુરત જ વર્કઆઉટ કરી હકીકતવાળી જગ્યાએ આવી બંને મકાનોની ઝડતી તપાસ કરતા રૂમ નં. 303માંથી રૂા.26,165 કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. કુલ મુદામાલ રૂા.31,165 મળી આવેલ છે.
કુલ મુદામાલ કિ.રૂા.31,165, પકડાયેલ આરોપીઓમાં અશોકકુમાર જોષી રહે. મહાવીરનગર, પ્રશાંત પાર્ક-2, મ.નં. 03, ભુજ તથા પકડવાના બાકી આરોપીમાં હિતેશગર દેવગર છે. આમ કુલ રૂા.31,165ના મુદામાલ સાથે આરોપી નં.1વાળો રેડ દરમિયાન પકડાઇ જઇ તેમજ આરોપી નં.2 વાળો રેડ દરમિયાન હાજર નહીં મળી આવતા બંને આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.