(ગની કુંભાર) ભચાઉ, તા.21
પોલીસ મહા નિરીક્ષક જે.આર. મોથલીયા, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ. કે.જી. ઝાલા ભચાઉ વિભાગ ભચાઉની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબિશનની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ. વિજયસિંહ સહદેવસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે પો.સ.બ.ઇન્સ. વાય.કે. ગોહિલે બે અલગ અલગ ટીમો બનાવી બાતમી હકીકતવાળી સફેદ કલરની સ્વીફટ કાર નં. જીજે-03-જેએલ-2584 વાળીનો પીછો કરી રોકાવી તે કારમાં બનાવેલ ચોર ખાનામાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો મુદામાલ સાથે બે ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ એકટની કલમ તળે ગુનો રજીસ્ટરર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાઇ જનાર આરોપીઓમાં ગોપારામ પુનમારામ બિશ્ર્નોઇ, ઉ.વ. 30, રહે. ખજાલ, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન તથા રાજુરામ હરિરામ બિશ્ર્નોઇ, ઉ.વ. 24, રહે. જાખલ, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન વગેરે સ્વીફટ કાર સાથે રૂા.2,98,550નો માલ કબજે કરાયો હતો. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.કે. ગોહિલ તથા એ.એસ.આઇ. સુખદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. દલસંગજી ડાભી તથા દિલીપભાઇ પરમાર તથા ગાંડાભાઇ ચૌધરી તથા વિજયસિંહ ઝાલા વિગેરેનાઓ સાથે રહેલ.