રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની આવતીકાલ સુધીમાં જાહેરાત!

21 January 2021 01:32 PM
Gujarat Politics
  • રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની આવતીકાલ સુધીમાં જાહેરાત!

સરકારી કાર્યક્રમો અંત ભણી: કોર્પોરેશન-પંચાયતોની ચૂંટણી તૈયારીની અંતિમ સમીક્ષા કરતું પંચ: સુરક્ષા-આરોગ્ય પાસા પર જોર : વિવિધ વિભાગોના સચિવો- રાજય પોલીસ વડા વગેરે સાથે વિસ્તૃત પરામર્શ

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત ગમે તે ઘડીએ થવાની તૈયારીઓ છે તો બીજી તરપ રાજય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની અંતિમ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે રાજય ચૂંયણી આયોગના કમિશ્નર સંજીવ પ્રસાદ હાઈ લેવલ બેઠક બોલાવી હતી જેમાં ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર રાજય પોલીસ વડા આશિષ ભાટીયા ઉપરાંત શહેરી વિકાસ વિભાગ પંચાયત વિભાગ અને આરોગ્ય વિભાગ સહિત સંલગ્ન વિભાગના સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની વિધિવત જાહેરાત હવે ગમે તે ઘડીએ થઈ શકે તેમ છે. જો કે રાજય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી ની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે અને સજજ બની ગયું છે પરંતુ આયોગ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી હતી તેની અંતિમ સ્થિતિઓની સંલગ્ન વિભાગો સાથે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. ગઈકાલે રાજય ચૂંટણી આયોગ કમિશ્ર્નરની અધ્યક્ષતામાં મળેલી હાઈ લેવલની બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજયમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગૃહવિભાગ સાથે મુદાસર ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ સ્થાનિક સ્વરાજયની ચૂંયણીઓમાં સ્થાનિક પોલીસ બંદોબસ્ત ઉપરાંત એસઆરપી પેરામીલીટરી ફોર્સની જરૂરિયાત અંગે પણ ચૂંયણી આયોગ સમક્ષ સમક્ષા કરી હતી. બીજી તરફ શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી અને પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ સાથે ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમા ચૂંટણી અધિકારી અને જરૂરિયાતો સ્ટાફ તેમજ ચૂંયણી વ્યવસ્થા માટે ગ્રાન્ટની જરૂરિયાત અંગે રાજય ચૂંટણી આયોગના કમિશ્ર્નર સાથે ચર્ચા અને પરામર્શ કરી હતી. જયારે આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ 19ની મહામારી અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. જો કે ચૂંટણી કાર્યક્રમ દરમિયાન મતદાન અને મતગણતરી સમયે આરોગ્ય વિષયક જરૂરી પગલાં લેવા તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી વસ્તુઓ સાથે ગાઈડલાઈન મુજબ પાલન કરવા અંગે પણ આયોગ સાથે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વિશેષ પરામર્શ કર્યુ હતું.


નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થશે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાથી માંડીને મતદાન અને મતગણતરી સુધીની વ્યવસ્થાઓ સંદર્ભે રાજય ચૂંટણી આયોગના કમિશ્ર્નર દ્વારા સંલગ્ન વિભાગોના સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી હતી જેમાં વિભાગો દ્વારા બનાવાયેલા એકશન પ્લાન અંગે આખરી ઓપ ગઈકાલે મળેલી હાઈપાવર બેઠકમાં આપ્યો છે ત્યારે રાજય ચૂંયણી આયોગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા સુપેરે પાર પાડવા હવે સજજ બને છે ત્યારે ચૂંટણીઓની જાહેરાત ગમે તે ઘડીએ થશે પરંતુ રાજયમાં કાયદો વ્યવસ્થાની સાથે સાથે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન પણ એટલું જ જરૂરી બને છે. ઉપરાંત આનુષાંગીક બાબતો અંગે રાજય ચૂંટણી આયોગ દ્વારા અલગ અલગ વિભાગોની મહત્વની હાઈલેવલ બેઠક બોલાવી હતી.


Related News

Loading...
Advertisement