મૂળી તાલુકા ના ગામો માં કોંગ્રેસ દ્વારા મહાજનસંપર્ક અભીયાન શરૂ કરવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત મૂળી ના ગોદાવરી,લીબલી અને મૂળી ગામ ના સ્થાનિક આગેવાનો અને ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવ્યો અને કેન્દ્ર સરકાર ના ખેડૂત વિરોધી કાળા કાયદાઓ વિશે સમજવામાં આવ્યા અને આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં સતા પરિવત માટે અપીલ કરવામાં આવી આ તબક્કે મૂળી સીટ ના પ્રભારી ધ્રુવરાજસિંહ ચુડાસમા,નિરીક્ષક દિનેશ પટેલ,સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ના પૂર્વ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર,મૂળી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રદ્યુમનસિંહ પરમાર,ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : ફારૂક ચૌહાણ - વઢવાણ)