ચોટીલા માતાજીના મંદિર પાસેથી બાઇકની ચોરી

21 January 2021 01:12 PM
Surendaranagar Crime
  • ચોટીલા માતાજીના મંદિર પાસેથી બાઇકની ચોરી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 21
ચોટીલા માતાજીના મંદિર પાસે પાર્ક કરેલા બાઇકની ચોરી થતા ધર્મેશભાઇ ગીગાભાઇ બગડા (જાતે અનુ.જાતી ઉં.વ.22 ધંધો મજુરી રહે.બળધુઈ તા.જસદણ જી.રાજકોટ મો.નં.9712734911)એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.26/01/2020 સવારના 11/30 વાગ્યાથી બપોરના 15/00 વાગ્યાના સમય દરમ્યાન ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના પાર્કીંગમાંથી આરોપી નામ નમુદ નથી. કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીનુ હિરો હોન્ડા કંપનીનુ બ્લકે કલરનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ રજી. નં.જીજે-03-સીબી-3318 વાળુ જેની આશરે કિં.રૂા.15,000/- ની ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ એ.એસ.આઇ. શ્રી એસ.એમ.ઓડેદરા ચોટીલા પો.સ્ટે. કરે છે.


ચોટીલા પોલીસે દારૂ ઝડપી લીધો
કેતનભાઇ હરીભાઇ ચાવડા (અના.એ.એસ.આઇ. બ.નં.1113 ચોટીલા) પોલીસ સ્ટેશન ચોટીલા જી.સુરેન્દ્રનગર નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.19/01ના કલાક 17/15 સણોસરા ગામે આરોપીની કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમા આરોપી (1)રાજવિરભાઇ મંગળુભાઇ ધાધલ કાઠી દરબાર રહે. પંચનાથ સોસાયટી ચોટીલા તા.ચોટીલા મુળ રહે.સણોસરા તા.ચોટીલા (2) સીકંદર ઉર્ફે સીકુ અબ્બાસભાઇ જાડેજા રહે.સણોસરા તા.ચોટીલા આરોપી નં-1 તથા આરોપી નં-2 નાએ ભેગા મળી પોતાનુ રહેણાંક મકાન ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખવા ભાડા પેટે આપી આરોપી નં-2 નાએ મકાનમા આવેલ રૂમમા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની પરપ્રાંતિય ઈગ્લીશ દારૂની કાચની 750 ખકની કંપની શીલ બંધ બોટલ નંગ-1560 કિં.રૂા.5,85,000/- તથાMOUNTS 6000 SUPER STRONG બીયરના ટીનના 500 ખક ના ડલબા નંગ-168 કિં.રૂા.16,800/- તથા એક સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની કિં.રૂા.1,000/- મળી કુલ કિં.રૂા.6,02,800/- નો મુદ્દામાલ પોતાના કબ્જામાં વેંચાણ અર્થે રાખી પોલીસ રેઇડ દરમ્યાન આરોપી નં-1 નાઓ પકડાઇ જઇ તેમજ આરોપી નં-2 નાઓ હાજર નહી મળી આવી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.ઇન્સ. બી.કે.પટેલ ચોટીલા પો.સ્ટે. નાઓ કરે છે.


Related News

Loading...
Advertisement