(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર1
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા અને હાઈવે ગોઝારા બની જવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા ઉપર રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ઝમ્મર રોડ ઉપર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પામ્યા છે જેમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત નિપજવા પામ્યું છે.
ત્યારે સુરેન્દ્રનગર હાઇવે પર દેદાદાર ને ઝામર ગખમર એક્સિડન્ટ થતા 1 નું મોત નિપજીયું છે.અને એક નો આબાદ બચાવ થયો દેદાદાર શ્રીરામ પેપરમિલ પાસે ટ્રક જીજે.10.ટીવી.7710 ની પાછળ ડમ્પર જીજે.13.એટી.0878 ઘુસી જતા એક્સિડેન સર્જાયો હતો ટ્રક ને પંચર પડીયું હતું ને ટ્રક નો ડ્રાઇવર ત્યાં નીચે બેસી ને પંચર કરતો હતો તે સમયે પાછળ થી આવતું ડમ્પર ટ્રક ની પાછળ ઘુસી જતા ટ્રક નીચે આવી જતા અને ઢસડાતા એક વ્યક્તિનું મોત નિપજવા પામ્યું છે.
ત્યારે આ બાબતની પ્રાથમિક તપાસ કરવામાં આવતા ડમ્પર ના ડ્રાઇવરનું નું નામ છે ધીરુભાઈ નિમુભાઈ પઢાર ગામ ગાઢાદ ઉમર વર્ષ 40 હોવાનું ખુલવા પામ્યું હતું ત્યારે વઢવાણ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તે પહેલા 108 લખતર ને જંકરવામાં આવી તેના પાઇલટ ધર્મેન્દ્રસિંહ જાડેજાને ટીએમટી વિપુલભાઈ મુંજપરા તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ માં ખસેડાયા હતા ને ત્યાંના હાજર ડોક્ટરે ટ્રક ના ડ્રાઈવરને મૃત જાહેર કર્યા હતા.
ત્યારે વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ અને પીએમ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધી વઢવાણ પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.