સુરેન્દ્રનગરના લટુડા ગામે મારામારીના પગલે આઠ લોકો સામે પોલીસમાં ફરીયાદ કરાઇ

21 January 2021 01:03 PM
Surendaranagar Crime
  • સુરેન્દ્રનગરના લટુડા ગામે મારામારીના પગલે આઠ લોકો સામે પોલીસમાં ફરીયાદ કરાઇ

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.21
સુરેન્દ્રનગરના લટુડા ગામમાં મારામારીના પગલે 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં વિનોદભાઇ ખીમજીભાઇ રાઠોડ (જાતે અનુ.જાતી ઉં.વ.52 ધંધો મજુરી કામ રહે.લટુડા ગામ જુની નીશાળ પાછળ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર મો.નં.9879827837)એ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.17/01/2021 રાત્રીના સાડા સાતથી આઠેક વાગ્યાના અરશામા લટુડા ગામે જુની નિશાળ ના પાછળના વાસમા વિનોદભાઇ ખીમજીભાઇ રાઠોડ ના ઘર પાસે આરોપી (1) વિનોદભાઇ પાલાભાઇ મકવાણા (2) રોહીતભાઇ વિનોદભાઇ મકવાણા (3) હરજીભાઇ નાનજીભાઇ મકવાણા (4) નરેશભાઇ હરજીભાઇ મકવાણા (5) ચંદુભાઇ વેલજીભાઇ મકવાણા (6) પોપટભાઇ વેલજીભાઇ મકવાણા (7) ચિરાગભાઇ કરશનભાઇ મકવાણા (8) ભુદરભાઇ દેવજીભાઇ મકવાણા (રહે.બધા લટુડા ગામ જુની નિશાળ પાછળના વાસમા તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર) ફરીયાદીના ઘર બહાર આરોપી નં.(1) નાએ અગાઉ પોલીસ કેસ થયેલ હોય તે બાબતનુ મનદુ:ખ રાખી જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો બોલી અને સાથે આરોપી નં.(2) થી (4) પણ તેમના હાથમાં લાકડીઓ લઇને આવેલ જેથી ફરીયાદીએ પોતાના ઘર પાસે ગાળો ના બોલો એમ કહેતા આ ચારેય એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને આરોપી નં.(1) નાએ ફરીયાદીને માથાનાં ભાગે લાકડી મારી દીધેલ અને આરોપી નં.(2) નાએ ફરીયાદીને ડાબા હાથમાં પંજાના ભાગે લાકડી મારી દીધેલ જેથી ફરીયાદી રાડા-રાડ દેકારો કરતા ફરીયાદીના બીજા ભાઇઓ/સાહેદ પણ ત્યાં આવી જતા અને બચાવવા વચ્ચે પડેલ તો આરોપી નં.(1) થી (4)નાઓ ભેગા થઇને ફરીયાદી તથા સાહેદને ઢોર માર મારેલ અને બાદમાં થોડીવારમાં આરોપી નં.(5) તથા (6) ખબર પડતા આવી ગયેલ અને તેઓએ પણ ફરીયાદી તથા સાહેદોને લોખંડના પાઇપ વતી મારેલ અને ભુંડા બોલી ગાળો આપેલ અને થોડીવારમાં આરોપી નં.(7) તથા (8) પણ આવી ગયેલ અને ફરીયાદી તથા સાહેદોને પથ્થરના છુટા ઘા કરેલ અને આરોપી નં.(7) તથા (8) નાએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને આ ઝઘડામાં ફરી તથા અન્ય ત્રણ સાહેદો કે જે તેઓના ભાઇ થતા હોય તેઓને નાની મોટી ઇજાઓ કરી ગુન્હો કરવામાં મદદગારી કરી ગુન્હો કરતા. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. શ્રી સી.એચ.મકવાણા જોરાવરનગર પો.સ્ટે. કરી રહેલ છે.


Related News

Loading...
Advertisement