ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કરીને ટીમ ઈન્ડિયાનું ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડીંગ

21 January 2021 12:40 PM
Sports
  • ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતું કરીને ટીમ ઈન્ડિયાનું ચેન્નાઈ એરપોર્ટ પર લેન્ડીંગ

ભવ્યાતિભવ્ય સ્વાગત: ઓસ્ટ્રેલિયા બાદ હવે ઈંગ્લેન્ડને કચડવાની તૈયારીમાં લાગશે ભારતીય રણબંકાઓ

નવીદિલ્હી, તા.21
ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ સમાપ્ત થયેલી ટેસ્ટ શ્રેણીમાં મેજબાન ઓસ્ટ્રેલિયાને કારમો પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં કચડીને સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામે કરનારી ચેમ્પિયન ટીમ આજે સ્વદેશ પરત ફરી હતી. ભારતીય ટીમ દુબઈના રસ્તેથી સવારે 8:20 વાગ્યે ચેન્નાઈ એરપોર્ટ ઉપર પહોંચી હતી જ્યાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


ભારતીય ટીમ બે મહિના કરતાં પણ વધુ લાંબા પ્રવાસ માટે 12 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. ટીમના પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરે વન-ડે શ્રેણીથી થઈ હતી. આ પહેલાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓને 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડ્યું હતું. જો કે ક્વોરેન્ટાઈન દરમિયાન પણ ખેલાડીઓને પ્રેક્ટિસની પરવાનગી મળી હતી. હવે આજે ટીમ પરત ફરી ગઈ છે અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે તૈયારીમાં લાગી જવાની છે ત્યારે બન્ને ટીમો વચ્ચે પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાવાના છે એટલા માટે ઓસ્ટ્રેલિયાથી આવ્યા બાદ ખેલાડીઓ સીધા ચેન્નાઈ જ પહોંચ્યા છે.


Related News

Loading...
Advertisement