ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખને એક માસમાં સતત ત્રીજી વખત નજર કેદ કરાયા

21 January 2021 12:40 PM
Dhoraji
  • ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખને એક માસમાં સતત ત્રીજી વખત નજર કેદ કરાયા

સરકાર પોલીસ તંત્રનો દૂરુપયોગ કરી રહી છે: ચોટાઈ

ઉપલેટા તા.21
રાજકોટ ખાતે તા.22મીના 150 ફુટ બીજા રીંગરોડ ખાતે ખેડુતોનું સંમેલન હોય આ ખેડુત સંમેલનમાં જતા માણસોને અટકાવવા સરકાર દ્વારા પોલીસ તંત્રનો દૂર ઉપયોગ કરી આગેવાનોને નજરકેદ કરી ખેડુતોને સંમેલનમાં જતા અટકાવવામાં આવે છે.ઉપલેટા તાલુકામાંથી ખેડુતો રાજકોટ ન પહોંચે તે માટે ઉપલેટા તાલુકાના આગેવાનો ઉપર ગઈકાલે રાત્રીથી પોલીસ બંદોબસ્ત મુકીને તેઓને નજરકેદ કરવામાં આવેલ છે.ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ- કૃષ્ણકાન્ત ચોટાઈ અને ખેડૂત આગેવાન પાલાભાઈ આંબલીયા ઉપર ગઈકાલ રાત્રીથીજ પોલીસ પહેરો બેસાડી તેઓ રાજકોટ સંમેલનમાં જઈ ન શકે કે માણસો મોકલી ન શકે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરાઈ રહ્યા છે.આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાન્ત ચોટાઈએ એક જાહેર નિવેદન દ્વારા જણાવેલ હતું કે સરકાર પોલીસ તંત્રનો દૂરઉપયોગ કરી રહી છે. પોલીસના માધ્યમથી અધિકારો ઉપર આ ભાજપ સરકાર તરાપ મારી રહી છે. પોતાને એક મહિનામાં ત્રીજી વખત નજર કેદ કર્યો હોવાનું તેઓએ જણાવેલ હતું.


Loading...
Advertisement