ગુજરાતમાં ધીમા વેકસીનેશનથી ચાર મહાનગરોમાં જ 357 ડોઝ બગડયા

21 January 2021 12:36 PM
Gujarat
  • ગુજરાતમાં ધીમા વેકસીનેશનથી ચાર મહાનગરોમાં જ 357 ડોઝ બગડયા

બે સેસનમાં ધીમા પ્રતિસાદને વેગવંતો બનાવવા પ્રયાસો શરુ : 10 ડોઝની વાયલ-મુશ્કેલી વધારે છે: દરેક કેન્દ્ર પર અપેક્ષિત કરતા 25 વધુ લોકોને આમંત્રણની સલાહ: રાજયમાં હવે ચૂંટણીના વાતાવરણ અને તૈયારીથી વેકસીનેશનને વધુ અસર ન પડે તે જોવા પણ તૈયારી

રાજકોટ: ગુજરાતમાં તા.21ના રોજ કોરોના વેકસીનેશનના પ્રારંભ બાદ ધીમી ગતિએ રાજય સરકારની ચિંતા પણ વધારી છે. ગુજરાતે કોવિશિલ્ડના 5.34 લાખ ડોઝ મળ્યા છે અને જે રાજયના 4.33 લાખ લાભાર્થીઓની પ્રથમ યાદીના તમામને આવરી લીધા બાદ પણ 23% વેકસીન વધે તેવી રીતે આપવામાં આવી છે. જેમાં વેસ્ટેજ ફેકટરનો પણ સમાપ્ત થાય છે પણ આકસ્મીક રીતે થતા વેસ્ટેજ અને વેકસીન અપાતા સમયે કોઈ સ્થિતિથી વેસ્ટેજ થતી વેકસીનને બાદ કરો તો પણ રાજયમાં હજુ ફકત બે દિવસની જ વેકસીન ડ્રાઈવમાં 357 ડોઝનો વેસ્ટેજ થયો છે. જેમાં અમદાવાદમાં 172 ડોઝ સુરતમાં 106 ડોઝ, વડોદરામાં 41 અને રાજકોટમાં 38 ડોઝનો સમાવેશ થાય છે. રાજય સરકારે હવે આ પ્રકારે વેસ્ટેજ અટકાવવા માટે ટાર્ગેટ લોકોમાં વધુ 25%ને તૈયાર રાખવા જણાવ્યું છે.


જે વેકસીનેશન કેન્દ્રમાં પુરા 4 કલાકમાં 10 લોકો મહત્વના નથી ત્યાં જે તે ડોઝ વેસ્ટેજ તરીકે ગણાવાયા છે. જે મુજબ બે દિવસની ડ્રાઈવમાં જ 172 ડોઝ વેસ્ટ થયા છે. જેમાં રાજકોટ મહાપાલિકા હસ્તકના 38 ડોઝનો પણ સમાવેશ થાય છે. આ ડેટા ફકત ચાર મહાનગરોના જ છે. રાજયમાં તમામ વેકસીનેશન સેન્ટરમાં પણ આ જ પ્રકારની મુશ્કેલીના સંકેત છે. જેથી વેસ્ટેજ સૌથી વધુ હોવાની શકયતા છે. વાસ્તવમાં બે ડોઝ, પાંચ ડોઝ અને 10 ડોઝમાં વેકસીન આવે છે પણ કોરોનાની સ્થિતિ જોતા ઉત્પાદકો નહી 10 ડોઝની વાયલ (શીશી) તૈયાર કરવામાં આવી છે. જેથી વેસ્ટેજનું પ્રમાણ ઉંચુ જવાની ધારણા છે. બીજી તરફ હજું રાજયમાં હવે આગામી દિવસોમાં વહીવટીતંત્ર ચૂંટણીમાં વ્યસ્ત થઈ જશે અને તેથી વેકસીનેશનને પણ અસર પડે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ જે લાભાર્થી નિશ્ચિત છે તેઓને જે તે કેન્દ્ર અને સમય ફીકસ હોવાથી તેઓને જો તે સમયે પહોચી ન શકાય તો તે પછીના સમયમાં જતા નથી. જેથી હવે સમયનું બંધન પણ દૂર કરવાની તૈયારી છે. સમગ્ર વેકસીનેશનમાં લોકો સુધી સાચી વાત પહોચે તે મહત્વનું છે. વેકસીન અંગે જે કંઈ થોડી ગેરમાન્યતા છે તે પણ દૂર થવી જોઈએ. રાજયમાં શનિ અને મંગળવારના વેકસીનેશનમાં 23385 લોકોને વેકસીન આપી શકાય છે.


Related News

Loading...
Advertisement