બાબરાના જામબરવાળા ગામે ત્રણ મંદિરોમાં ચોરી

21 January 2021 12:36 PM
Amreli Crime
  • બાબરાના જામબરવાળા ગામે ત્રણ મંદિરોમાં ચોરી

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.21
બાબરા તાલુકાના જામબરવાળા ગામે આવેલ પલસાણા પરિવારના કુળદેવી શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિરમાં ગઈકાલે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરના તાળા તોડી મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં રાખેલ દાનપેટીમાં રહેલ રોકડ રકમ રૂા. 70 હજાર ભરેલ દાનપેટી, તિજોરીની અંદર રાખેલ સોનાના નાના-મોટા સતર નંગ-7, સોનાના હાર નંગ-3, માતાજીના ઘુંમટ લગાવેલ સોનાના સતર નંગ-1, કિંમત રૂા. પ7,7પ0 તેમજ તે જ ગામે આવેલ મોમાઈ માતાજીના મંદિરમાં તથા બોળીયા પરિવારના બુટભવાની માતાજીના મંદિરમાંથી પણ અજાણ્યા ઈસમો કુલ રકમ રૂા. 3,ર7,7પ0નો મુદામાલ ચોરી ગયા હતા.ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ હાથ ધરતા ખોડિયાર માતાજીના મંદિરની દાનપેટી ખાલી હાલતમાં સ્મશાન પાસેથી મળી આવેલ હતી.આ બનાવ અંગે બાબરા પોલીસ સ્ટેશનમાં મનસુખભાઈ બેચરભાઈ પલસાણાએ ફરિયાદ નોંધાવતા બાબરાના પી.એસ.આઈ. ડી.વી. પ્રસાદે વધુ તપાસ હાથ ધરી હતી.


પરિણીતાનો આપઘાત
રાજુલા તાલુકાનાં કડીયાળી ગામે રહેતા સંગીતાબેનને તેણીનાં પતિ મુન્નાભાઈ જેરામભાઈ મકવાણા અવાર નવાર દારૂ પી અને મારકુટ કરી દુ:ખ-ત્રાસ, ગાળો આપી તથા તેણીનાં દીકરા-દીકરીને પણ મારી નાખવા ધમકી આપતા ણેનીને મરી જવા મજબુર કરતાં સંગીતાબેને શરીરે કેરોસીન છાંટી સળગી જતાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ બનાવ અંગે મૃતકનાં ભાઈ રાજુભાઈ જીવાભાઈ બાંભણીયાએ મુનાભાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


યુવાનનું મોત
મુળ રાજપીપળા પંથકના વતની અને હાલ લાઠી તાલુકાનાં ભાલવાવ ગામની સીમમાં રહેતા નરેશભાઈ ચુનીલાલ વલવી નામનાં 40 વર્ષીય યુવક અવાર-નવાર દારૂ પીવાની ટેવવાળા હોય. ગઈકાલે સવારનાં પડી જવાથી આંખ તથા હોઠનાં ભાગે ઈજા થવા પામેલ બાદમાં બપોરનાં અચાનક ઉલ્ટી-ઉબકા શરૂ થઈજતાં તેમનું મૃત્યુ થયાનું દામનગર પોલીસમાં જાહેર થવા પામેલ છે.


Related News

Loading...
Advertisement