ગાંધીનગરમાં બ્રાન્ડેડ સિમ્બોલવાળા ડુપ્લીકેટ બુટ-કપડાનું વેચાણ કરતા બે આરોપી ઝબ્બે

21 January 2021 12:34 PM
Ahmedabad Crime
  • ગાંધીનગરમાં બ્રાન્ડેડ સિમ્બોલવાળા ડુપ્લીકેટ બુટ-કપડાનું વેચાણ કરતા બે આરોપી ઝબ્બે
  • ગાંધીનગરમાં બ્રાન્ડેડ સિમ્બોલવાળા ડુપ્લીકેટ બુટ-કપડાનું વેચાણ કરતા બે આરોપી ઝબ્બે

નાઇક, એડીદાસ, અંડર આર્મરના નામે નકલી માલનો વેપલો:સીઆઇડી ક્રાઇમે રૂા.21.56 લાખનો મુદામાલ કબ્જે કર્યો, સેકટર-21 પોલીસ મથકે કોપી રાઇટ એકટ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ તા.21
ગાંધીનગરમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી બુટ-કપડાનું વેચાણ થતુ હોવાની જાણ થતા સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી બે વેપારીઓને દબોચી લીધા હતા. સ્થળ પરથી નાઇક, એડીદાસ, અંડર આર્મર જેવી કંપનીનો ડુપ્લીકેટ માલ ઝડપાયો હતો. કુલ રૂા.21.56 લાખનો મુદામાલ સીઆઇડી ક્રાઇમે જપ્ત કર્યો છે.મળતી વિગત મુજબ રાજ્યના સી.આઇ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝના પોલીસ મહાનિદેશક ટી.એસ.બીસ્ટએ ડુપ્લીકેટ ચીજ વસ્તુઓની બનાવટ તેમજ વેચાણ અંગે સી.આઇ.ડી. ક્રાઈમમાં મળેલી કોપીરાઇટ એકટની ભંગને લગતી અરજીઓ અંગે ખાત્રી કરી રેઇડો કરવાની સુચના આપી હતી. જેના અનુસંધાને સી.આઇ.ડી.ક્રાઇમના પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ સી.આઇ.ડી. ક્રાઇમના ડીટેક્ટીવ પીઆઈ એસ.એમ. ચૌધરી, પીએસઆઈ એસ.એ.પાટીલ, સી.એફ.સી. સેલ સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર સ્ટાફની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીનગર સેકટર - 24 ખાતે આવેલા કમલ સ્પોર્ટ વર્લ્ડ નામની દુકાનમાં નાઇક, એડીડાસ, અંડરઆર્મર કંપનીના સીમ્બોલ વાળા ડુપ્લીકેટ બુટ તેમજ કપડા કોઇ આધાર પુરાવા વગર ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યા છે. જેથી ત્યાં દરોડો કરતા બ્રાન્ડેડ કંપનીના સીમ્બોલ વાળા ડુપ્લીકેટ બુટ તેમજ કપડા વગેરે મળી રૂ.21,46,600 તેમજ આરોપી પાસેથી કબજે કરવામાં આવેલા રૂ. 10,000ની કિંમતના બે મોબાઇલ ફોન, મળી કુલ રૂ.21,56,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.


ઉપરોક્ત દુકાન પરથી પોલીસે વેપારી કમલકુમાર મોહનલાલ પેશવાણી (ઉ.વ .41) અને સોહનલાલ મોહનલાલ પેશવાણી (ઉ.વ .44) (બંન્ને રહે. પ્લોટ નંબર -506 / 1 વિરાટનગરની બાજુમાં સેકટર -23 ગાંધીનગર)ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ગાંધીનગર જીલ્લાના સેકટર -21 પોલીસ સ્ટેશને ધી કોપીરાઇટ એકટ 1957ની કલમ -51, 63, 64 મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડુપ્લીકેટ માલના સપ્લાય ઉત્પાદન અંગે તપાસનો ધમધમાટ

સીઆઇડી ક્રાઇમ એસ.પી.સૌરભ તોલંબીયાની ‘સાંજ સમાચાર’ સાથે ખાસ વાતચીત

સીઆઇડી ક્રાઇમના દરોડામાં ઝડપાયેલા બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ બુટ-કપડાના જથ્થા મામલે બે વેપારીની ધરપકડ થઇ છે અને સ્થાનિક પોલીસ આગળની તપાસ કરી રહી છે. આ ડુપ્લીકેટ માલનું ઉત્પાદન કયાં થયુ? સપ્લાઇ કઇ રીતે થયુ, ઝડપાયેલા આરોપીઓ છુટક વેચાણ કરતા હતા કે જથ્થાબંધ? અન્ય કયાં-કયાં વેપારીને આ પ્રકારનો માલ અપાયો છે? વગેરે સવાલોના જવાબ જાણવા અને કેસના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. સીઆઇડી ક્રાઇમ એસ.પી.સૌરભ તોલંબીયાએ ‘સાંજ સમાચાર’ની સાથે ટેલીફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે આ મામલે સેકટર-21 પોલીસ મથકના પીએસઆઇ વધુ તપાસ ચલાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement