IPL-14 : બેંગ્લોરે સૌથી વધુ 10, હૈદરાબાદે સૌથી ઓછા 5 ખેલાડીને છૂટા કર્યા

21 January 2021 12:13 PM
Sports
  • IPL-14 : બેંગ્લોરે સૌથી વધુ 10, હૈદરાબાદે સૌથી ઓછા 5 ખેલાડીને છૂટા કર્યા

અનેક દિગ્ગજ ખેલાડીઓની છૂટ્ટી, મોટાભાગના જળવાઈ રહ્યા: ઓસ્ટ્રેલિયાના 8 ખેલાડી રિલિઝ, 12 રિટેન: સ્મિથ, ફિન્ચ, મેક્સવેલ, કેરી, કુલ્ટર નાઈલ સહિતના ખેલાડીઓને રિલિઝ કરી દેવાયા: વોર્નર, કમિન્સ, સ્ટોઈનિસ ઉપર ફ્રેન્ચાઈઝીએ ભરોસો મુક્યો: રાજસ્થાન ટીમની કમાન સંજુ સેમસનને સોંપાઈ:હરાજીમાં ખેલાડીઓની ખરીદી કરવા માટે પંજાબ પાસે સૌથી વધુ 53.20 કરોડ રૂપિયા પર્સમાં:મલિંગા, હરભજન, પિયુષ ચાવલા સહિતના ‘અનુભવી’ ખેલાડીઓને છૂટા કરાયા: ગેઈલનો જાદૂ યથાવત:જયદેવ ઉનડકટને જાળવી રાખતું રાજસ્થાન, ચેન્નાઈએ પણ રવીન્દ્રને રિટેન કર્યો

મુંબઈ, તા.21
ઈન્ડિયન પ્રિમીયર લીગની 14મી સીઝનની હરાજી પહેલાં તમામ ફ્રેન્િાઈઝીએ એ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે જેમને રિટેન અને રિલિઝ કરવામાં આવ્યા છે. આઈપીએલ-14 પહેલાં રિટેન-રિલિઝ જાહેર થયા બાદ હવે અમુક ટીમોમાં મોટા ફેરફારો પણ જોવા મળી શકે છે. રાજસ્થાન રોયલ્સે પોતાના કેપ્ટન સ્ટિવ સ્મિથને રિલિઝ કરી દીધો છે તો ચેન્નાઈએ પણ અનેક અનુભવી ખેલાડીઓને રિલિઝ કર્યા છે. આઈપીએલની તમામ ટીમોના ખેલાડી રિલિઝ થયા બાદ હવે તેનું પર્સ મોટું થઈ ગયું છે. આઠ ટીમો માટે એ ખેલાડીઓની યાદી આપવાનો સમય ગઈકાલ સુધી નિર્ધારિત હતો જેને તેઓ આઈપીએલ-14માં જાળવી રાખવા માંગે છે અથવા છૂટા કરવા માંગે છે. રાજસ્થાન રોયલ્સે પોતાના કેપ્ટન સ્મિથનો કોન્ટ્રાક્ટ વધાર્યો નથી તો આક્રમક બેટસમેન ગ્લેન મેક્સવેલનો પંજાબ સાથે અને એરોન ફિન્ચનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથેનો કરાર પણ ખતમ થઈ ચૂક્યો છે.


એકંદરે આઈપીએલ-14 માટે અનેક દિગ્ગજ ખેલાડીઓની છૂટ્ટી થઈ ગઈ છે તો મોટાભાગના ખેલાડીઓ જળવાઈ પણ રહ્યા છે. કિંગ્સ ઈલેવન પંજાબે વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર શેલ્ડન કોટ્રેલ, અફઘાનિસ્તાનના મુઝીબુર રહેમાન અને ન્યુઝીલેન્ડના જીમ્મી નિશામ સાથે કોન્ટ્રાક્ટ આગળ વધાર્યો નથી. ચેન્નાઈ સુપરકિંગ્સે હરભજનસિંહ અને મુંબઈ ઈન્ડિયન્સે લસિથ મલિંગાને છૂટા કર્યા છે. હરભજન ઉપરાંત ચેન્નાઈએ કેદાર જાધવ, પીયુષ ચાવલા અને મુરલી વિજયને પણ રિલિઝ કરી દીધા છે. દિલ્હી કેપિટલ્સ ટીમમાંથી ઈંગ્લેન્ડના જેસન રોય, વિકેટકિપર એલેક્સ કેરી, લેગ સ્પિનર સંદીપ લામીછાને અને ફાસ્ટ બોલર મોહિત શર્માની રવાનગી થઈ છે. મુંબઈએ મલિંગા ઉપરાંત ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મીશેલ મેક્લેનાઘન, ઓસ્ટ્રેલિયાના નાથન કુલ્ટર નાઈલ, જેમ્સ પેટીન્સન, લેગ સ્પીનર બલવંતરાય અને ફાસ્ટ બોલર દિગ્વિજય દેશમુખ સાથે કરાર વધાર્યો નથી. કઈ ટીમે કયા ખેલાડીને છૂટો કર્યો છે અને કયા ખેલાડીને જાળવી રાખ્યો છે અને હવે તેની પાસે કેટલા પૈસા છે તે અત્રે પ્રસ્તુત છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રિલિઝ: ગુરકીરતસિંહ માન, મોઈન અલી, પાર્થિવ પટેલ (ક્રિકેટમાંથી સંન્યાસ), પવન નેગી, શિવમ દુબે, ઉમેશ યાદવ, આરોન ફિન્ચ, ક્રિસ મોરિસ, ડેલ સ્ટેન, ઈસુરુ ઉદાના
રિટેન: વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ, દેવદત્ત પડ્ડીકલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સીરાજ, નવદીપ સૈની, એડમ ઝેમ્પા, શાહબાઝ નદીમ, જોશ ફિલિપ, કેન રિચર્ડસન, પવન દેશપાંડે
ટીમ પાસે પર્સમાં હવે 35.70 કરોડ રૂપિયા

ચેન્નાઈ સુપરકિંગ્સ
રિલિઝ: શેન વોટસન (ક્રિકેટમાંથી સંન્યાસ), મુરલી વિજય, કેદાર જાધવ, હરભજનસિંહ, પિયુષ ચાવલા, મોનુસિંહ
રિટેન: મહેન્દ્રસિંહ ધોની, ઋતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, સેમ કરન, જોશ હેઝલવુડ, ઈમરાન તાહિર, ફાફ ડુપ્લેસી, ડવેઈન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, કર્ણ શર્મા, અંબાતી રાયડુ, મીચેલ સેન્ટનર, રવીન્દ્ર જાડેજા, નારાયણ જગદીશન, કે.એલ.આસિફ, લુંગી એનગીડી, સાઈ કિશોરટીમ પાસે પર્સમાં હવે 22.90 કરોડ રૂપિયા

રાજસ્થાન રોયલ્સ
રિલિઝ: સ્ટિવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશાને થોમસ, આકાશસિંહ, વરુણ આરોન, ટોમ કુર્રન, અનિરુદ્ધ જોશી, શશાંકસિંહ
રિટેન: સંજુ સેમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોશ બટલર, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટિયા, મહિપાલ લોમરોર, કાર્તિક ત્યાગી, એન્ડ્રુ ટાઈ, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડેય, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મીલર, મનન વોહરા, રોહિત ઉથપ્પાટીમ પાસે પર્સમાં હવે 34.85 કરોડ રૂપિયા

દિલ્હી કેપિટલ્સ
રિલિઝ: મોહિત શર્મા, તુષાર દેશપાંડે, કીમો પોલ, સંદીપ લામિછાને, એલેક્સ કેરી, જૈસન રોય
રિટેન: શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, ઋષભ પંત, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન , લલિત યાદવ, હર્ષલ પટેલ,આવેશ ખાન, પ્રવીણ દુબે, કગિસો રબાડા, એનરિચ નોર્ખિયા, માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, ક્રિસ વોક્સ, ડેનિયલ સેમ્સટીમ પાસે પર્સમાં હવે 12.8 કરોડ રૂપિયા

સનરાઈઝર્સ હૈદરાબાદ
રિલિઝ: બિલી સ્ટેનલેક, ફૈબિયન એલન, સંજય યાદવ, બી.સંદીપ અને વાઈ પૃથ્વીરાજ
રિટેન: કેન વિલિયમસન, ડેવિડ વોર્નર, મનિષ પાંડે, વિરાટસિંહ, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, ભુવનેશ્વર  કુમાર, ખલીલ અહેમદ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, ટી.નટરાજન, અભિષેક શર્મા, શાહબાઝ નદીમ, મીચેલ માર્શલ, વિજય શંકર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, રિદ્ધિમાન શાહા, શ્રીવત્સ ગોસ્વામી, બેશીલ થમ્પી, જેસન હોલ્ડરટીમ પાસે પર્સમાં હવે 10.75 કરોડ રૂપિયા

કિંગ્સ ઈલેવન પંજાબ
રિલિઝ: ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટ્રેલ, કે.ગૌતમ, મુજીબ ઉર રહેમાન, જીમી નિશામ, હાર્ડસ વિલઝોન, કરુણ નાયર, જગદીશ સુચિત, તેજિન્દરસિંહ
રિટેન: કે.એલ.રાહુલ, ક્રિસ ગેઈલ, મયંક અગ્રવાલ, નિકોલસ પુરન, મનદીપસિંહ, સરફરાઝ ખાન, દીપક હુડ્ડા, પ્રભસિમરનસિંહ, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, દર્શન નલકાંડે, રવિ બિશ્નોઈ, મુરુગન અશ્વિન , અર્શદીપસિંહ, હરપ્રીત બરાર, ઈશાન પોરેલટીમ પાસે પર્સમાં હવે 53.02 કરોડ રૂપિયા

મુંબઈ ઈન્ડિયન્સ
રિલિઝ: લસિથ મલિંગા, નાથન કુલ્ટર નાઈલ, જેમ્સ પેટીન્સન, શેરફાને રધરફોર્ડ, મીશેલ મેક્લેનાઘન, દિગ્વિજય દેશમુખ, પ્રિન્સ બલવંતરાય
રિટેન: રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડીકોક, ટ્રેન્ટ બોલ્ટ, ઈશાન કિશન, રાહુલ ચાહર, સૌરભ તીવારી, ધવલ કુલકર્ણી, આદિત્ય તારે, જયંત યાદવ, ક્રિન લીન, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંહ, મોહસીન ખાન ટીમ પાસે પર્સમાં હવે 15.35 કરોડ રૂપિયા

કોલકત્તા નાઈટ રાઈડર્સ
રિલિઝ: નિખિલ નાયક, સિદ્ધેશ લાડ, એમ.સિદ્ધાર્થ, ટોમ બેન્ટન, ક્રિસ ગ્રીન, હૈરી ગૂર્ને
રિટેન: ઓઈન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, રિન્કુસિંહ, સંદીપ વોરિયર, શિવમ માવી, શુભમન ગીલ, સુનિલ નરૈન, પેટ કમિન્સ, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી, અલી ખાન, ટીમ સિફર્ટ ટીમ પાસે પર્સમાં હવે 10.85 કરોડ રૂપિયા


Related News

Loading...
Advertisement