નવી દિલ્હી તા.21
શું સોનાની ચમક ખતમ થઈ રહી છે? આ સવાલ એટલા માટે કારણ કે જયારે સોનાના ભાવ ઉંચાઈ પર છે ત્યારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડસનું રિટર્ન માત્ર ઓચું જ નથી થઈ રહ્યું, બલ્કે નેગેટીવ થઈ ગયું છે. ગોલ્ડ ફંડોએ છેલ્લા ત્રણ સપ્તાહમાં માઈનસ 2.52 ટકા રિટર્ન આપ્યું છે.એક મહિનામાં 0.10 ટકા અને એક સપ્તાહમાં માઈનસ 2.15 ટકા આ સ્થિતિ રહી છે. નેગેટીવ રિટર્નથી આ યોજનામાં થનાર રોકાણ પર અસર પડી છે. ઓગષ્ટ 2020માં ગોલ્ડ ઈટીએફમાં 907.85 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. આ ડિસેમ્બર 2020માં ઘટીને 430.65 કરોડ રૂપિયા થઈ ગયું હતું.સતત 7 મહિના સુધી કુલ રોકાણ બાદ નવેમ્બરમાં ગોલ્ડ ઈટીએફ કેટેગરીમાં નેટ આઉટફલો જોવા મળ્યું છે, આનું મુખ્ય કારણ રોકાણકારોની નફા વસુલી છે.વિશેષજ્ઞોનું કહેવું છે કે હવે સોનાથી આમેય રિટર્નની અપેક્ષા નથી રાખી શકાતી. અર્થવ્યવસ્થા પાટા પર ચડી રહી છે. શેરબજારમાં પણ સારા કામ થઈ રહ્યા છે. રસીકરણ શરુ થવાની સાથે સાથે આવનારા સમયમાં સોનાની કિંમત વધુ નરમ પડી શકે છે.