શેરબજારમાં નવો ઇતિહાસ: સેન્સેક્સ 50,000ને પાર

21 January 2021 12:00 PM
Business Top News
  • શેરબજારમાં નવો ઇતિહાસ: સેન્સેક્સ 50,000ને પાર

અમેરિકી માર્કેટમાં જોરદાર તેજી તથા ભારતમાં વિદેશી ફંડોની જોરદાર ખરીદીથી ઉઘડતામાં જ ઓલ રાઉન્ડ લેવાલી વચ્ચે મોટા ભાગના શેરો ઉછળ્યા: સેન્સેક્સમાં 280 પોઇન્ટ તથા નીફટીમાં 80 પોઇન્ટનો ઉછાળો

રાજકોટ, તા.21
ભારતીય શેર બજાર રોજેરોજ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યું હોય તેમ આજે નવી ઉંચી છલાંગ લગાવી હતી અને અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત સેન્સેક્સ 50 હજારની સપાટીને પાર કરી ગયો હતો. મોટાભાગના હેવીવેઇટ શેરોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો.


અમેરિકામાં પ્રમુખ પદે જો બાઇડેને શપથગ્રહણ કર્યાની અસર હેઠળ વોલ સ્ટ્રીટમાં ડાઉન જોન્સ તથા નાસડેકમાં જોરદાર ઉછાળો નોંધાયા બાદ વિશ્ર્વભરના બજારો તેજી તરફી રહ્યા હતા. તેના પ્રભાવ હેઠળ ભારતીય શેરબજાર પણ ઉઘડતામાં ગેપથી ખુલ્યું હતું અને સેન્સેક્સ 50 હજારના લેવલને પાર કરી ગયો હતો. ભારતીય માર્કેટમાં ગઇકાલે વિદેશી નાણાં સંસ્થાઓએ 2200 કરોડથી અધિકની ખરીદી કરી હોવાના આંકડા જાહેર થતા તેજીને વધુ જોર મળી ગયું હતું. આ સિવાય કોરોમાં સતત રાહત રસીકરણ ઝુંબેશ તેમજ અઠવાડિયા બાદ રજુ થનારા બજેટમાં અનેક પ્રોત્સાહક જાહેરાતો થવાના આશાવાદ જેવા કારણોથી માર્કેટ તેજીમાં ધમધમતું રહ્યું હતું.


શેરબજારમાં આજે રિલાયન્સ, ટાઇટન, અલ્ટ્રા ટેક સિમેન્ટ, એકસીસ બેન્ક, બજાજ ફીન સર્વિસ, બજાજ ઓટો, ટાટા મોટર્સ, આઇસીઆઇસી બેન્ક, ઇન્ફોસીસ જેવા હેવીવેઇટ શેરોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. તેજી બજાર વચ્ચે પણ ટીસીએસ, એચડીએફસી બેન્ક, અદાણી પોર્ટ, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્ર જેવા શેરો નબળા રહ્યા હતા. બેન્ક તથા રોકડાના શેરો લાઇટમાં આવ્યા હતા.


મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેકસ 50 હજારની સપાટીને પાર કરી ગયો હતો. 270 પોઇન્ટના ઉછાળાથી 50061 સાંપડયો હતો જે ઉંચામાં 50126 તથા નીચામાં 49964 હતો. નેશનલ સ્ટોક એકસચેન્જમાં નિફટી 80 પોઇન્ટ વધીને 14724 હતો જે ઉંચામાં 14738 તથા નીચામાં 14695 હતો.


Related News

Loading...
Advertisement