નવી જીન થેરાપી: માત્ર આયુષ્યમાનના નહીં, સદા બહારના પણ આશીર્વાદ!

21 January 2021 11:39 AM
Health
  • નવી જીન થેરાપી: માત્ર આયુષ્યમાનના નહીં, સદા બહારના પણ આશીર્વાદ!

નવી જીન થેરાપીનો ચીની વિજ્ઞાનીઓનો ઉંદર પર પ્રયોગ:આ થેરાપી માત્ર વધતી વયને જ નહીં રોકે, બલકે ચહેરા પરની કરચલી પણ દૂર કરશે!

બીજીંગ તા.21
જીવનમાં દરેક શખ્સ એક નિશ્ચિત વય લઈને આવે છે અને જીવનકાળમાં એ સમયગાળાને પૂરો કરે છે, પરંતુ ચીની વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે ઉપચારની એક એવી પદ્ધતિ વિકસીત કરી છે કે જેનાથી માત્ર વધતી વયની અસરને જ ઓછી નહીં કરાય. બલ્કે જીવનકાળને વધારી પણ શકાશે.એક જીન છે જવાબદાર: વિશેષજ્ઞોનું કહેવું છે કે નવી જીન થેરાપીમાં એન્ટી એજીંગ વિકાસને એક દિવસ મનુષ્યો પર પણ ઉપયોગ કરી શકાશે. સાયન્સ ટ્રાન્સલેશન મેડીસીન જર્નલમાં આ પદ્ધતિને વિસ્તૃત રીતે પ્રકાશિત કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ઉપચારની પદ્ધતિમાં ‘કેટ-7’ નામના એક જીનને નિષ્ક્રીય કરવાનું સામેલ છે આ જીન કોશિકાઓની એજીંગમાં યોગદાન આપે છે.મુખ્ય સંશોધક પ્રોફેસર કયુ જિંગનું કહેવું છે કે જે વિશિષ્ટ ચિકિત્સાનો તેણે ઉપયોગ કર્યો છે તેનાથી મળેલ પરિણામ પૂરી દુનિયામાં પહેલી વાર છે.અલબત, સંશોધકોએ એ પણ જણાવ્યું છે કે હાલ કેટ 7 જીનની સિસ્ટમનું માણસોની અન્ય કોશિકાઓ અને ઉંદરોમાં અન્ય અંગો પર પરીક્ષણ કરવાની જરૂર છે સશોધકોને આશા છે કે આ ઉપચારથી વધતી વયની અસર ઓછી કરવામાં અમે સફળ થઈશું.

કોઈ આડ અસર નથી જોવા મળી
ઉંદરો પર પરીક્ષણમાં નવી જીન થેરાપીના કોઈ ખરાબ પરિણામ નથી જોવા મળ્યા. પ્રો. જિંગના અનુસાર અમે વિભિન્ન પ્રકારની કોશિકાઓના પ્રકારમાં જીનના કાર્યનું પરીક્ષણ કરેલું, તેમાં માનવ સ્ટેમ સેલમાં, મેસેંકાઈમલ પુર્વે જ સેવ, માણસોના લિવરની કોશિકાઓ અને ઉંદરોની લિવર કોશિકાઓ સામેલ હતી. દરેક કોશિકાઓમાં અમે કોઈ સેલુલર વિષાકતતા નથી જોઈ.


Related News

Loading...
Advertisement