સૌરાષ્ટ્રના પ્રવાસે બે દિવસથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ધર્મપત્ની અંજલીબેને આજે વહેલી સવારે જયોર્તિલીંગ સોમનાથ શિવાલયે શિવ વંદના કરી પૂજન-અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રજાના આરોગ્યની પ્રાર્થના કરી કોરોનાને દેશવટો આપવા ભાવવંદના કરી હતી. સાથો સાથ રાજયના સર્વાંગી વિકાસની પણ અભ્યર્થના કરી હતી. મુખ્યમંત્રીના શિવ વંદના અવસરે ટ્રસ્ટના જનરલ મેનેજર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટ વતી સન્માન કરી મોમેન્ટો અર્પણ કરી હતી. (તસવીર : રાજેશ ઠકરાર)