‘ડોરેમોન’ના પાત્રો નોબિતા અને શિજુકાના લગ્ન થશે!: દર્શકો ભાવુક

21 January 2021 11:26 AM
Entertainment Top News
  • ‘ડોરેમોન’ના પાત્રો નોબિતા અને શિજુકાના લગ્ન થશે!: દર્શકો ભાવુક

કાર્ટુન ફિલ્મ ‘સ્ટેન્ડ બાય મી ડોરેમોન-2’ના બીજા ભાગમાં લગ્નના બંધને બંધાશે!

નવી દિલ્હી તા.21
કાર્ટુન ડોરમોનના કેરેકટર નોબીતા અને શિજુકાના હવે લગ્ન થનાર છે.ભારતમાં સૌથી વધુ જોવાતી કાર્ટુન શ્રેણી ડોરેમોન માત્ર બાળકો જ નહીં, પણ મોટેરાઓની પસંદગીની શ્રેણી છે. તેના બધા જ પાત્રો લોકોમાં ખાસ્સા પ્રિય છે.પછી તે નોબિતા, શિંજુકા, સુનિયોની વાત કરીએ કે જિયાનીની બધા દર્શકોના દિલ દિમાગમાં વસેલા છે.સીબીઆઈ પિકચર્સે જેવા નોબિતા-શિજુકાના લગ્નની વાત શેર કરી તો તરત ટવીટર પર નોબિતા ટ્રેન્ડ થવા લાગ્યો અને આ ટવીટથી ફેન્સ પણ ભાવુક થઈ ગયા છે અને સતત સોશ્યલ મીડીયા પર પોસ્ટ કરવા લાગ્યા છે.સ્ટેન્ડ બાય મી ડોરોમેન-2’ ફિલ્મમાં કરશે લગ્ન: ઉલ્લેખનીય છે કે નવી ફિલ્મ ‘સ્ટેન્ડ બાય મી ડોરેમોન-2’ ટુંક સમયમાં લિઝ થશે જેમાં તેના મુખ્ય પાત્ર નોબિતા અને શિંજુકા લગ્ન કરતા નજરે પડશે, આ 2014માં રિલીઝ ફિલ્મની સિકવલ છે.


Related News

Loading...
Advertisement