મેડ્રીડ (સ્પેન) તા.21
રાજધાની મેડ્રીડમાં ગઈકાલે રહેણાંક ઈમારતમાં ગેસ લિકેજના કારણે થયેલા વિસ્ફોટમાં કમ સે કમ ચાર લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે, જેમાં એકની હાલત ગંભીર છે. સોશ્યલ મીડીયા પર શેર થયેલ વિડીયોમાં મેડ્રીડના મધ્યવર્તી ક્ષેત્ર તોબેદો સ્ટ્રીટમાં 6 માળની ઈમારતમાં ધુમાડો નીકળતો દેખાય છે અને આસપાસ કાટમાળ જોવા મળે છે. પ્રારંભીક જાણકારી મુજબ ગેસ લિકેજના કારણે આ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ ચર્ચ સાથે જોડાયેલો એક વ્યક્તિ પણ લાપતા છે. સ્પેનના લોક પ્રસારક ‘ટીવીઈ’એ જણાવ્યું હતું કે ઈમારતમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડી હતી.