રાજયમાં અશાંત ધારાના નોટીફીકેશન પર હાઈકોર્ટનો ‘સ્ટે’

21 January 2021 11:12 AM
Gujarat
  • રાજયમાં અશાંત ધારાના નોટીફીકેશન પર હાઈકોર્ટનો ‘સ્ટે’

હાલમાં જ રાજકોટમાં લાગુ કરાયેલા ધારાની જોગવાઈને હાઈકાર્ટમાં પડકાર: જમીયત-ઉલમા- એ હિન્દ દ્વારા ધારાની જોગવાઈ ધર્મનિરપેક્ષતા-સમાનતાના વિદ્વાનો વિરુદ્ધની હોવાનો દાવો કરાયો: મર્યાદીત સમયનો ધારો સરકાર નોટીફીકેશનની મુદત વધારે છે: રજુઆત

રાજકોટ: રાજય સરકાર દ્વારા હાલમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકાટમાં સામાજીક સંતુલન અને સદભાવ બનાવી રાખવા માટે રાજકોટના અનેક વિસ્તારોમાં ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમુવેબલ પ્રોપર્ટીઝ એન્ડ પ્રોવિઝન ઓફ ટેનન્ટસ 1991 લાગુ કર્યા છે જેની સામે ગુજરાત હાઈકોર્ટ ‘સ્ટે’ આપીને આ ધારાથી ધર્મના આધારે ભાગલા પાડવા અને સમાનતા મૂળભૂત અધિકાર ભંગ, સમાન ગણાવી તેના અમલ સામે દાદ માંગી હતી. આ ધારો અમદાવાદ ઉપરાંત વડોદરામાં પણ લાગુ છે અને રાજય સરકારે તેમાં વર્તમાન સ્થિતિ જોતા રાજકોટના નહેરુનગર સહિતના ક્ષેત્રોમાં પણ લાગુ કરવાની જાહેરાત કરી હતી તથા તેનો તાત્કાલીક અમલ પણ શરુ કરી દીધો હતો તથા તેના આધારે જીલ્લા રજીસ્ટર કચેરી દ્વારા આ ધારા હેઠળ આવતા દસ્તાવેજોની નોંધણી પણ અટકાવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં જમીયત-ઉલેમા-બે હિન્દ દ્વારા હાઈકોર્ટમાં આ ધારાની કાયદેસરતાને પડકારવામાં આવી હતી અને સરકારના પ્રતિબંધો ગેરવ્યાજબી હોવાનો દાવો કરાયો હતો. ગુજરાતમાં 1985 બાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં બે સમુદાય વચ્ચે ટકકર ન વધે અને કોમી અખલાસ જળવાઈ રહે તે હેતુથી જ આ ધારો ઘડીને લાગુ કરાયો છે. જેનાથી સમગ્ર મહાનગર કે જેને વિસ્તારમાં શાંતિ જળવાઈ છે. અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ચોકકસ કામ દ્વારા બહુમતી વસતિ આવા વિસ્તારોમાં મિલ્કત ખરીદીને જે સ્થિતિ ઉભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. તેની સામે આ કાનૂન લાગુ કરાયો હતો. રાજય સરકાર દ્વારા જે તે ક્ષેમિં મર્યાદીત સમય માટે આ ધારો લાગુ કરાયો છે અને વખતોવખત નોટીફીકેશનથી તેની મુદત વધારવામાં આવી રહી છે તથા નવા વિસ્તારો પણ ઉમેરવામાં આવી રહ્યા છે જે સરકારે ગત વર્ષ અશાંતધારામાં જે સુધારો કર્યો છે તે અચોકકસ મુદતનો છે અને કાયમી લાગુ કરાયો છે તેવી દલીલ કરવામાં આવી હતી અને આક્ષેપ કરાયો કે ખુદ રાજય સરકાર જ જાતિઓનું ધ્રુવીકરણ કરી રહી છે. ધર્મ અને વિપરીતતાનો ઉદેશ કાયમી બનાવવા જઈ રહી છે. 35 વર્ષ પુર્વે બનેલી ઘટનાઓના આધારે આ કાનૂન લાગૂ કરવામાં આવી રહ્યા છે. જે લોકોના મૂળભૂત અધિકારોનો પણ ભંગ છે. હવે હાઈકોર્ટ હાલ આ ધારાના નવા નોટીફીકેશન બહાર પાડવા પર પ્રતિબંધ મુકયા છે. જો અગાઉ જે નોટીફીકેશન બહાર પડી ગયા છે તેને તે લાગુ પડે છે કે કેમ તે કાનૂની ચર્ચાનો વિષય છે.


Related News

Loading...
Advertisement