ગુજરાતમાં ભાવનગર પેટ્રોલ-ડિઝલના ભાવમાં સૌથી વધુ મોંઘુ; પ્રજાજનોમાં દેકારો

21 January 2021 11:07 AM
Bhavnagar
  • ગુજરાતમાં ભાવનગર પેટ્રોલ-ડિઝલના ભાવમાં સૌથી વધુ મોંઘુ; પ્રજાજનોમાં દેકારો

પેટ્રોલના 84.09; અન્ય જિલ્લામાં ઓછો ભાવ

(વિપુલ હિરાણી દ્વારા)
ભાવનગર તા.21
પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારામાં સમગ્ર ગુજરાતમાં ભાવનગર મોખરે
રહ્યું છે.
કુદકે ને ભૂસકે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે. આજે પણ 24થી25 પૈસાનો વધારો નોંધાયો છે. દરમ્યાન સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારામાં ભાવનગર ટોપ ઉપર રહ્યું છે. ગુજરાતનાં ચાર મહાનગરો કરતાં પણ ભાવનગરમાં પેટ્રોલનાં ભાવ વધુ નોંધાયા છે.
આજે પેટ્રોલનાં ભાવમાં નોંધાયેલા વધારા સાથે ભાવનગરમાં આજે પેટ્રોલનો ભાવ વધીને રૂા.84.09 સુધી પહોંચી જતા ભાવવધારામાં ભાવનગર મોખરે રહ્યું છે જયારે ગુજરાતનાં ચાર મહાનગરો અમદાવાદમાં 82.55, સુરતમાં 82.55, રાજકોટમાં 82.32 અને વડોદરામાં રૂા.82.21 નોંધાયા છે. આમ ભાવનગર પેટ્રોલનાં ભાવવધારામાં સૌથી ટોચ ઉપર છે.


Loading...
Advertisement