ગોંડલ સરસ્વતી શિશુમંદિર અને બસસ્ટેન્ડમાં આગ

21 January 2021 11:02 AM
Gondal
  • ગોંડલ સરસ્વતી શિશુમંદિર અને બસસ્ટેન્ડમાં આગ

ગોંડલ સ્ટેશન પ્લોટ માં આવેલ સરસ્વતી શિશુમંદિર તેમજ ગોંડલ એસ.ટી. બુસસ્ટેન્ડ માં આગ લાગતા લોકો માં નાસભાગ મચી જવા પામી હતી.ઘટના ની જાણ ગોંડલ ફાયરને કરતા ફાયરના સ્ટાફ પોતાના 2 ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, ઈમરજન્સી વાહનના કાફલા સાથે દોડી આવ્યો હતો અને આગ પર પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનાની જાણ ગોંડલ સિટી પોલીસ ને થતા પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને અંતે મોકડ્રિલ જાહેર કરાતા લોકો એ રાહતનો શ્ર્વાસ લીધો હતો.


Loading...
Advertisement