અમરેલી-રાજુલામાં રામ મંદિર નિર્માણ નિધિ કાર્યાલયનો પ્રારંભ : નિધિ એકત્ર થવા લાગી

21 January 2021 10:56 AM
Amreli
  • અમરેલી-રાજુલામાં રામ મંદિર નિર્માણ નિધિ કાર્યાલયનો પ્રારંભ : નિધિ એકત્ર થવા લાગી

અમરેલી તા.21
રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર નિર્માણનિધિ સમર્પણ અભિયાન ચાલું થવાનું છે. તે અન્વયે અમરેલીનાં માર્કેટયાર્ડ રોડ પર આવેલ ઓપેરા હાઉસમાં અમરેલી જિલ્લાનાં કાર્યાલયનું સાધુ-સંતો ઘ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. જિલ્લા કાર્યાલયનાં ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સંતો ઉપસ્થિત રહૃાાં હતા. એમ રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનનાં અમરેલીનાં સંયોજક હસુભાઈ દુધાતની યાદીજણાવે છે.


રાજુલામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણ નિધિ સમર્પણ માટે રાજુલા તાલુકા મઘ્યસ્થ કાર્યાલયનો શુભારંભ સહયોગ એપાર્ટમેન્ટમાં છતડીયા રોડ ખાતે કરવામાં આવ્યું હતું. રાજુલા સ્વામિનારાયણ મંદિરના શ્રીહરિનંદન સ્વામી, નારાયણ સ્વામી, કેસરીનંદન હનુમાનજી મંદિરના મહંત સનાતનદાસ બાપુ, વિશ્વ હિન્દુ પરિષદના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ બીપીનભાઈ વેગડા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.


Loading...
Advertisement